________________
પત્રક-૩૩૦
૨૫૫
થોડો એમાં દબાયો. હવે જોયું કે મુખ્ય મુખ્ય માણસો પણ વિરોધ કરે છે તો જે નાના હતા એ લોકો પણ સાથે જોડાણા. એક ભાઈ જરા વિરુદ્ધ બોલવા ગયા. હતા. શ્રીમંત માણસ પણ આમ સમજણમાં સાધારણ. “ગુરુદેવ ને તો કાંઈ પૈસાવાળા, વગર પૈસાવાળાની કાંઈ કિમત હતી નહિ. (એમને કહ્યું, “તમે છાનામાના બેસો તમારું કામ નથી એમાં. શું કીધું ? તમે વચમાં નહિ બોલો, તમારું કામ નથી એમાં.” હવે ઈ બોલ્યા હતા એ તો “ગુરુદેવ ને થોડુંક અનુકૂળ બોલ્યા હતા. ગુરુદેવ' ને સારું લાગે એવું એ બોલવા જતા હતા. પણ “ગુરુદેવ' જે વિચક્ષણતાથી વાત કરતા હતા. એ તો પકડવાની એમની કોઈ શક્તિ નહોતી. એટલે એમને એમ થયું કે ગુરુદેવ ને લાવ થોડુંક સારું લગાડું. જરાક ટપકું મૂક્યું અને તરત જ કહ્યું “તમે વચ્ચે નહિ બોલો, તમારું કામ નથી આમાં. હવે એમાં એનો અર્થ શું થાય છે ? કે મુમુક્ષુની દશા ઘણી નબળી છે. એને પોતે પહેલું એ સમજવાની જરૂર છે કે હું કાંઈ સમજતો નથી. એટલે મારે તો ક્યાંય ડહાપણ વઘારવાની જરૂર જ નથી. આટલું ઓછામાં ઓછું પકડીને બેસવું પડે. નહિતર ભૂક્કા નીકળી જાય. ક્યાં કેટલો અપરાધ કરી બેસે એને ખબર ન પડે.
મુમુક્ષુ :- કહેવાનો ભાવાર્થ એમ કે તમારી હજી યોગ્યતા નથી.
પૂજ્ય ભાઈશ્રી - યોગ્યતા નથી તમારી. તમે રહેવા દ્યો. તમારો અભિપ્રાય આપવો, તમારે કાંઈ વાત કરવી, તમારે બોલવું એ તમારું આ પ્રકરણમાં કામ જ નથી. એવી વાત છે. એટલે ખરેખર એ ભૂમિકામાં કેવી નાજુક પરિસ્થિતિ હોય છે એક બાળકને સાચવવું, નથી કહેતા કે ફૂલને સાચવવા જેવું છે, કરમાઈ જશે ઘડીકમાં, એમ કેવી નાજુક પરિસ્થિતિ છે એનું ભાન લગભગ મુમુક્ષુને મુમુક્ષુની ભૂમિકામાં હોતું નથી. થાય તો બચી જાય નહિતર બચી ન શકે. એવી પરિસ્થિતિ છે.
એ તો એક જગ્યાએ લખ્યું છે. એ વાતનો પણ એમણે સંકેત કર્યો છે. ડાબા હાથ બાજુ ઉપરની એક બે લીટીમાં એ વાત આવી ગઈ છે. ૨૯૨માં પાને છે. ર૫૭ પત્રનો છેલ્લો ભાગ છે. નીચે ૨૫૮ બિના નયન પાવે નહિ એનું પદ છે એની ઉપર લખ્યું છે. “જીવ સ્વભાવે પોતાની સમજણની ભૂલે) દોષિત છે. ત્યાં પછી તેના દોષ ભણી જોવું. એટલે એ દોષની મુખ્યતા કરવી, બીજાના દોષની મુખ્યતા કરવી એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે... એ તો દયાને પાત્ર છે. જે ભૂલે છે