________________
૨૫૪
ચજહૃદય ભાગ-૫ છે એનું વાસ્તવિક સ્વરૂપ છે એને અનુસરીને, એને અડીને વિચારવું, કોઈ કલ્પના કરીને વિચારવા યોગ્ય નથી.
જનકવિદેહીની વાત હાલ જાણવાનું ફળ તમને નથી.' “અંબાલાલભાઈને થોડો ખુલાસો લખ્યો છે ને ? આ બધા ખંભાતના મુમુક્ષુ છે. એમાંથી કાંઈક વધારે તક થયો છે. તો કહે છે, તમારી ભૂમિકામાં જનકવિદેહીની વાતને વધારે જાણવાની અત્યારે તમને કોઈ જરૂર નથી, આવશ્યક્તા નથી. આ વાતમાં તમારા રસને તમે નહિ લંબાવો. એમ કહેવું છે.
બધાને અર્થે આ પત્ર છે' એમ કરીને બીજા મુમુક્ષુઓને પણ વાંચવાની એમાં પોતે રજા આપી છે. ૩૩૦ પત્રમાં) પણ અનેક પ્રકારે માર્ગદર્શન આપ્યું છે.
મુમુક્ષુ :- દર્શનપરિષહમાં આવ્યા પછી પણ આ વાત કરવાનું પ્રયોજન શું ?
પૂજ્ય ભાઈશ્રી :- બહુ પ્રારંભમાં હશે. દર્શનપરિષહ સંબંધીના કોઈ વિકલ્પ, પ્રારંભિક વિકલ્પો હશે.
વસ્તુસ્થિતિ એવી છે કે મુમુક્ષુની જે ભૂમિકા છે એ એક બાળક જેવી ભૂમિકા છે. એક છ-આઠ મહિનાનું બાળક ચાલતા શીખે તો હજી ઊભા રહેવામાં એને તકલીફ પડે. ઊભું ન રહી શકે. એને કાંઈક ચાલનગાડી આપે, એને કાંઈક સાધન આપે, એને કઠોડે ઊભો રાખે, કાંઈક પકડાવીને ઊભો રાખે, કાં તો એને ઝાલી રાખે. એમ બાળકને Practice પાડે ને. આ એવી પરિસ્થિતિ મુમુક્ષની હોય છે. પોતાની પરિસ્થિતિ આવી છે એવું ભાગ્યે જ કોઈ મુમુક્ષુ સમજે છે. બે-પાંચ ગ્રંથો વાંચે કે કાંઈક સાંભળે પછી એને એમ લાગે છે કે હું કંઈક સમજું છું. આ એક બહુ મોટી ભૂલ છે આ વિષયમાં. બાકી મુમુક્ષની ભૂમિકા એટલી બધી નબળી છે કે એક ક્ષણ પછી એ કઈ બાજુના પરિણામમાં ગોથું ખાયને દર્શનમોહની તીવ્રતામાં આવી જશે એ કહેવું મુશ્કેલ છે.
મુમુક્ષુ :- “ગુરુદેવ! આટલા વખત બધાને સમયસાર શું કામ સંભળાવે ? એકની એક વાત કેટલી વાર કરે.
પૂજ્ય ભાઈશ્રી - એવી જરા પરિસ્થિતિ છે. એક દાંત આપું. સમજવા માટે વાત છે આ તો ખાલી, કોઈ ટીપ્પણી માટે વાત નથી. દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ'ના પ્રકાશન વખતે થોડો ઊહાપોહ થયો. ઊહાપોહ વ્યાપક પ્રમાણમાં થયો. “ગુરુદેવ' નો અભિપ્રાય