________________
૨૫૨
રાજહૃદય ભાગ-૫ નહિ. આ તો સીધી વાત છે. જેને કરવું છે એને કરવું જ છે. નથી કરવું એને નથી કરવું. પોતે પોતાના આત્માના પૂછે કે તારે તારું હિત કરવું છે કે નહિ ? આવું પરમ સતુ, એની સમીપ તું આવ્યો, તને શ્રવણ થયું, તને કાંઈ વિચારમાં પણ આવ્યું કે, નહિ વાત તો કાંઈક આત્માના હિત માટે કરવા જેવી છે. હવે કરી લેવું છે કે નથી કરી લેવું, નિર્ણય કર્યો છે કે નહિ ? કે એમ ને એમ જાવું છે. આ સીધી વાત છે. જો એમ ને એમ જાવું છે તો અનંત ભવભ્રમણ ઊભું છે. અનંત દુઃખની ખીણમાં ધકેલાઈશ અને જો કાંઈક કરી લઈશ તો અનંત સુખનો રસ્તો હાથમાં આવી જશે. ગંભીરતાથી વિચાર કરવાનો વિષય છે, નિર્ણય કરવાનો વિષય છે. વિષયની ગંભીરતા જેટલી છે એટલી જ્ઞાનમાં ન આવે તો ઉપરથી ચાલ્યો જાય,
મુમુક્ષુ :- બુદ્ધિમાં વિચારમાં તો આ વાત આવે છે. જે ભૂમિકામાં આવવા માટે માર્ગદર્શન આપે છે એ રીતે નથી આવતું.
પૂજ્ય ભાઈશ્રી :- બુદ્ધિમાં આવે છે ત્યારે પેલો રસ જળવાઈ રહેલો છે. પેલો રસ તૂટવો જોઈએ. અહિતભાવમાં થતો જે રસ એ હિતના વિચારકાળે એ રસ તૂટવો જોઈએ. નહિતર એ રસ છે એ પોતે જ જ્ઞાનને આવરિત કરે છે. સમજણ ઓઘસંશાએ શું કરવા કહી એને ? ઓઘસંજ્ઞા અને ઘસંજ્ઞાની નિવૃત્તિવાળી સમજણ એ બેમાં ફરક શું ? કે ઓઘસંજ્ઞાએ જાણે છે તો શબ્દાર્થ પ્રમાણે અને ભાવાર્થ પ્રમાણે કાંઈ ફેરફારવાળું નથી જાણતો. ઘસંજ્ઞામાં જે અર્થઘટન છે એમાં ભૂલ નથી પણ ઓઘસંજ્ઞા છે અને જે ઓઘસંજ્ઞાથી નિવૃત્ત થઈને જાણે છે એને તો જેટલો રસ અને વજન આવવું જોઈએ એટલું આવે છે. એટલે એનો રસ ફરી જાય છે. પેલો ઈ રસમાં ઊભો રહીને એ વાત કરે છે. એટલે ત્યાં જ્ઞાન નિર્મળ નથી. જાણે છે પણ મેલા જ્ઞાનમાં જાણ્યું છે, નિર્મળ જ્ઞાનમાં જાણ્યું નથી. નિર્મળ એટલે રસની નિવૃત્તિ થાય એટલી જ ભૂમિકાની નિર્મળતા જોઈએ. એને દર્શનમોહનું હીનપણું કહો કે જ્ઞાનની નિર્મળતા કહો. એ તો શ્રદ્ધાના પર્યાય અને જ્ઞાનના પર્યાયના ભેદની વાત છે. બંને સમકાળે હોય છે. જ્યારે દર્શનમોહની શક્તિ હીણી થાય ત્યારે જ્ઞાન નિર્મળ થાય. જ્ઞાન નિર્મળ થાય (ત્યારે) દર્શનમોહની શક્તિ હીણી હોય. એ ભૂમિકામાં એને જાણવું જોઈએ.
એટલે પ્રમાણ પોતાના ભાવથી નક્કી કરવું કે આત્મા નિત્ય છે એમ ક્યા પ્રમાણથી જણાય છે ? કે પોતાનું જે ચાલુ રહેવાપણું છે, પોતાનું જે અસ્તિત્વ ટકી રહે છે