________________
પત્રક-૩૩૦
૨૫૧ આ તો માર્ગની ભક્તિ છે, જ્ઞાનીની ભક્તિ કહી) તો જ્ઞાની તો માર્ગમાં ઊભા છે. એ તો જિનશાસન છે. એ તો માર્ગની ભક્તિ છે, એ માર્ગની ભક્તિ ત્યારે આવે છે. એની પાછળ આટલો હિસાબ છે. એટલું વજન પડે છે. જેટલો નફો-નુકસાન હોય એટલો જ રસ આવે, દુકાને પણ કોઈ એવો ઘરાક આવે કે જેમાં કાંઈ કમાણી ન હોય તો એમાં એને રસ ન પડે.
મુમુક્ષુ :- એને ભાવ ન આપે.
પૂજ્ય ભાઈશ્રી - એની સામું પણ સરખું ન જુએ, સરખો જવાબ ન દે, એની સાથે સરખી વાત ન કરે. ઊભો રહે કે ન ઊભો રહે એની દરકાર ન કરે. જ્યાં પોતાને લાભનું કારણ હોય તો કેટલો રસ પડે છે ? એ સીધી વાત છે. આત્માને માટે એટલું બધું સ્વભાવિક છે કે એને જેટલો લાભ દેખાય એટલો રસ ઉત્પન થાય, થાય અને થાય જ. કરવો પડે એ પ્રશ્ન નથી કરવો પડે એ તો પ્રશ્ન નથી પરંતુ કરતો રોકી શકાય નહિ એવી જીવની સ્વાભાવિક પરિસ્થિતિ છે, કે એ રસને પોતે રોકી જ ન શકે. સવાલ એટલો જ છે કે એની સમજણમાં સ્પષ્ટ છે કે નહિ કે આમાં લાભ કેટલો ? નુકસાનનો અભાવ કેટલો ? લાભનો સદ્ભાવ કેટલો ? આ હિસાબકિતાબનો વિષય છે. સ્વાધ્યાય આટલો નિર્ણય કરવા માટે છે.
મુમુક્ષુ :- પંચમકાળમાં આવી ઊંચી વાત !
પૂજ્ય ભાઈશ્રી :- પંચમકાળમાં આવી ઊંચી? આત્મા તો કોઈ કાળ વગરનો પદાર્થ છે. ક્યા કાળમાં પોતે નહોતો ? કયા કાળમાં નહોતો ? એ કાળમાં કેમ સાધ્યું નહિ? જે કાળમાં હતો, ચોથા કાળમાં હતો ત્યારે કેમ ન સાધ્યું ? હવે પંચમકાળનું બહાનું કાઢીને બેઠો. ચોથા કાળનો પદાર્થ થોડા છે કે ભાઈ આ આત્મા તો ચોથા કાળનો જ છે, એવું થોડું છે. શાશ્વત પદાર્થ છે. અનંતા ચોથા આરા ગયા. કેટલા? અનંતા ચોથા આરા ગયા. કાળ-ફળનું બહાનું ખોટું છે.
મુમુક્ષુ :- શાસ્ત્રમાં પંચમકાળની જ વાત આવે છે. ચોથા અને ત્રીજા કાળની વાત નથી આવતી. પંચમકાળવાળી વાત પકડી લે, ચોથા કાળવાળી વાત વાત તો બને આવે છે.
પૂજ્ય ભાઈશ્રી - શાશ્વત છે કે નહિ ? પણ રૂચિ પ્રમાણે પકડે છે. જેને છૂટવું છે એને કોઈ બાંધનાર નથી. હાથે કરીને જેને બંધાવું છે એને છોડાવનાર કોઈ છે