________________
પત્રાંક-૩૩૦
૨૪૯ એમ તો કળશ બહુ સારો છે. પણ કળશનો વિષય થોડો સહજ અને સ્વભાવિક છે એટલે ન પકડાય. જયચંદજીએ ભાવાર્થમાં સારો ખુલાસો કર્યો છે. કળશમાં તો એમ લીધું છે કે “ક્યા પુરુષને જ્ઞાન તત્કાળ યથાર્થપણાને ન પામે ?” “જ્યારે આત્મા અને શરીરના એકપણાને આમ નયના વિભાગની યુક્તિ વડે જડમૂળથી ઉખેડી નાખ્યું છે. તો ત્યારે ક્યા પુરૂષને તત્કાળ યથાર્થ બોધ ન થાય ? તો કહે છે, અવશ્ય થાય છે. હવે એ અવશ્ય બોધ થાય એ કેમ થાય ? એની એક વાત બહુ સ્વભાવિક અનુભવની લીધી છે. કે અવશ્ય પામે જ. કેમ ? પોતાના નિજરસના વેગથી ખેંચાઈને પ્રગટ થતું આત્મામાં એક સ્વરૂપ થઈને પરિણમતું જ્ઞાન છે માટે. આમાંથી જયચંદજી એ જ્ઞાનનો રસ કાઢ્યો છે.
પોતાના નિજરસના વેગથી ખેંચાણ થયું, અંતર્મુખ થવાનું ખેંચાણ થઈ ગયું. પોતાના સ્વરૂપને ભિન્ન જાણ્યું તો અંતર્મુખ થવાનું નિજરસનું ખેંચાણ થઈ ગયું. અને નિજરસના ખેંચાણથી વેગ પ્રગટ થયો, જોર આવું ગયું અંદરમાં, બળ આવી ગયું કે જેનાથી પોતે પોતામાં એક સ્વરૂપ થઈ ગયો. એમાંથી આ કાર્યું કે જ્ઞાન પોતાના રસથી પોતાના સ્વરૂપને જાણે છે ત્યારે એને અવશ્ય ભેદજ્ઞાન-ભિન્નપણું થાય જ છે. એવું તો જાણીએ છીએ પણ નથી થતું એમ કોઈ કહે કે એવું તો જાણીએ છીએ પણ નથી થતું તો કહે કે કોઈ દીર્ઘ સંસારી લાગે છે. અહીંયાં અમે કોઈ દીર્ઘ સંસારીની વાત કરતા નથી. કેમકે આવું જાણે એને તો ભેદજ્ઞાન થાય જ તે તો કહે કોને ન થાય? એ દીર્ઘ સંસારી હોય એને ન થાય. જયચંદજીએ આસ્તક રહીને મૃદુ ભાષામાં. એ ઠપકો આપી દીધો છે. તું “સમયસાર' જાણે છો, “સમયસાર' વાંચે છો અને તને અનુભવ નથી થતો ? કાલે રાત્રે કુંદકુંદાચાર્યનું હતું ને ? એમાં વિદ્વાનોએ એ વાત લીધી કે “સમયસાર' એવો ગ્રંથ છે કે વાંચે એને અનુભવ થાય જ. એટલું તો ઓઘસંજ્ઞાએ લોકોને ખબર છે. ગુરુદેવે” તો “સમયસાર' ના એકેક શબ્દને, એકેક માત્રાને, શ્લોકની માત્રાને પીંખી પીંખીને પ્રવચન કર્યા છે.
મુમુક્ષુ :- અમે તો એકવાર વાંચ્યું નથી, એમણે ઓગણીસ વાર વાંચ્યું.
પૂજ્ય ભાઈશ્રી :- ઓગણીસવાર તો સભામાં. પોતે કેટલીવાર વાંચ્યું છે એનો હિસાબ નથી. “શ્રીમદ્દનો ઉલ્લેખ કર્યો હતો. “શ્રીમદ્જીનો ઉલ્લેખ કર્યો. “સમયસાર પ્રકાશમાં આવ્યું, દિગમ્બર સંપ્રદાયમાં હતું પણ પ્રકાશમાં નહોતું, “ગુરુદેવ' ના હિસાબે