________________
પત્રાંક-૩૩૦
૨૪૭
જુદો છે, લોકમાં ભળી જતો નથી. પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન...” અંતરંગમાં જોવામાં આવે તો એનો પ્રત્યક્ષ ઉદ્યોત છે. ચાલુ ને ચાલુ જ એનો-પ્રકાશનો પ્રવાહ રહે છે. જ્ઞાનનો પ્રકાશનો પ્રવાહ ક્યારે પણ બંધ થતો નથી. એ પ્રત્યક્ષ છે. “અવિનાશી,...” આના ઉપરથી અવિનાશી શબ્દ લીધો છે. પોતે શાશ્વત છે, અવિનાશી છે એટલે કે નિત્ય છે. અને પોતાથી જ સિદ્ધ...” છે. અર્થાતુ પરમાર્થ સત્...” છે એને કોઈ સાબિત કરવા જવું પડે એવું નથી, સ્વયંસિદ્ધ છે. એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે.” એવો જ્ઞાનસ્વભાવ છે એમ ન કહેતાં એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે (એમ કહ્યું). એમ પોતે પોતાના જ્ઞાનસ્વભાવને પોતાના અવલંબનના બળથી જાણે, ભેદજ્ઞાનના બળથી જાણે ત્યારે એ મોહને જીતી શકે છે. અહીંયાં પ્રકરણ એ ચાલે છે કે ત્યારે એ મોહને જીતી શકે છે. - જયચંદજી' એ (૨૮) શ્લોકનો ભાવાર્થ બહુ સારો લીધો છે. ૨૮ નો ભાવાર્થ છે. “નિશ્ચય વ્યવહારના વિભાગ વડે આત્માનો અને પરનો અત્યંત ભેદ બતાવ્યો છે૩૩ ગાથા પૂરી કર્યા પછી. તીર્થકર ભગવાનના દેહની સ્તુતિ તે આત્માની સ્તુતિ નથી, આત્માની સ્તુતિ છે તે દેહની સ્તુતિ નથી. પણ વ્યવહારે તે તીર્થકર ભગવાનનો દેહ છે એમ કહેવાય છે. તો નિશ્ચય અને વ્યવહારના વિભાગ વડે આત્મા અને શરીરનો અત્યંત ભેદ... જુદાંપણું બતાવ્યું છે. તેને જાણીને, એવો કોણ પુરુષ છે કે જેને ભેદજ્ઞાન ન થાય ?' ભેદ બતાવ્યો છે એને જાણીને એવો ક્યો આત્મા છે કે એને ભેદજ્ઞાન ન થાય ? આમ લ્ય છે.
કારણ કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે અવશ્ય તે જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન જ જણાવે છે. જયચંદજીએ આ એક મહત્વની વાત કરી છે. નહિતર કોઈપણ મુમુક્ષુને પ્રશ્ન ઊઠે કે અમે તો દેહ અને આત્મા ભિન છે એમ ક્યાં નથી સંમત કરતા ? બરાબર વિચારીને, જાણીને સંમત કરીએ છીએ કે દેહ ને આત્મા ભિન્ન છે. પણ જે ભેદજ્ઞાન થતા અમને અનુભૂતિ ઉત્પન્ન થવી જોઈએ, ભેદજ્ઞાનનું ફળ અનુભૂતિ છે, તે અનુભૂતિ નથી થતી. તો પછી આ ભેદશાને કેમ નથી થયું ? જાણ્યું તો ખરું કે દેહ અને આત્મા ભિન્ન છે. આત્મા પરથી ભિન છે એવું જાણ્યું પણ ભેદજ્ઞાન અને એનું ફળ અનુભૂતિ આવું તો કાંઈ થયું નહિ. આ પ્રશ્ન થવા યોગ્ય છે. એનો એક ઉત્તર અહીંયાં મૂકી દીધો છે. આવો