________________
પત્રાંક-૩૩૦
૨૪૫ નિશ્ચય કરવા યોગ્ય છે. આત્માના સ્વરૂપનો નિશ્ચય કરવા માટે આ છે મુદ્દા એમણે લીધા છે.
હવે “આત્મા છે' એમાં અસ્તિત્વ ગ્રહણ કરવાનું છે. કે આત્મા છે એમ ક્યા પ્રમાણથી જણાય છે ? તો આત્મા એટલે કોઈ બીજા પદાર્થનો નિર્ણય નથી કરવો. પોતાનો પોતાના લક્ષે નિર્ણય કરવો છે તો પોતાનું અસ્તિત્વ ક્યા ભાવથી ગ્રહણ થાય છે કે હું... હું... હું... હું.. હું... પદ વડે પોતાનું અસ્તિત્વ ગ્રહણ થાય છે. હું પદ વડે અસ્તિત્વને પકડાય છે. આત્મા છે એનું અસ્તિત્વ-હું પણું કરે છે, આત્મા હું પણું કરે છે હું હું હું હું પણાનો ભાવ એને થાય છે એ પોતાની હયાતીનો સૂચક ભાવ છે. હું છું—એ પહેલો પુરુષ. હું છું–મારી હયાતીમાં હું છું—એમ પોતાની હયાતી પોતાને ભાસે છે. પોતાની સત્તા, પોતાનું હોવાપણું પોતાને ભાસે છે તો
ક્યા પ્રમાણથી ભાસે છે ? કે હુંપણાનો ભાવ, હુંપણાનો ભાવ પોતાને અનુભવગોચર થાય છે. હું... હું.. હું... હું પણું થયા કરે છે એવો જે અનુભવ ભાવ છે એનાથી પોતાની હસ્તી (જણાય છે) એ એનું પ્રમાણ છે. હુંપણાનો ભાવ પોતાને થાય છે એ પોતાની હયાતીનું પ્રમાણ છે. પ્રમાણ કોઈ બહાર નથી ગોતવું, પ્રમાણ કોઈ શાસ્ત્રમાંથી નથી ગોતવું. પ્રમાણ પોતામાં પોતાના અનુભવમાં આવતા ભાવોથી શોધવું છે, તો એને અનુભવ પ્રમાણ થશે. કેમકે અનુભવમાં આવતા ભાવો છે ને એને પ્રમાણ કર્યા, એને માન્ય કર્યા માટે એ પ્રમાણ કરવાની, માન્ય કરવાની અનુભવ પદ્ધતિ થઈ. પ્રમાણ કરવું એટલે માન્ય કરવું. યથાર્થપણે માન્ય કરવું અને પ્રમાણ કહે છે.
મુમુક્ષુ :- પરમાં હું પણું થાય છેએટલે હું પણું તો કરે જ છે.
પૂજ્ય ભાઈશ્રી :- પણું તો કરે જ છે એટલે પોતાનું હું પણું છે કે નહિ? અત્યારે સામાન્ય એ વાત લેવી છે.
મુમુક્ષુ - કાલે એવી વાત હતી કે અજ્ઞાનીને પણ ...
પૂજ્ય ભાઈશ્રી :- હા, કે પોતે છે. આત્મા તરીકે પોતે છે. એનું કારણ કે આત્મા પોતે હું છું એવો ભાવ એને અનુભવગોચર થાય છે. પોતાને હું છું એવો ભાવ અનુભવગોચર થાય છે. “આત્મસિદ્ધિમાં તો એમણે પોતે એ વાત દાંત સહિત
સમજાવી છે.
હવે “આત્મા નિત્ય છે' તો આત્મા નિત્ય છે એવું ક્યા પ્રમાણથી સમજાય છે?