________________
પત્રાંક-૩૩૦
૨૪૩
સારું, મને ધ્યાનમાં આમ દેખાય તો સારું, કોઈ મહાન તેજ દેખાય તો સારું). કેમકે આત્માને પણ દિવ્યતેજથી એવું વિશેષણ લાગુ પડે છે, પણ એ ચૈતન્યનું તેજ છે. એ કોઈ રૂપી પદાર્થને તેજ હોય છે, સૂર્ય-ચંદ્રને, દીવાબત્તીને કે એવું કોઈ તેજ આંખથી દેખાય એવું હોતું નથી.
મુમુક્ષુ – આ કાળા, પીળા દેખાય એ બધો ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે.
પૂજ્ય ભાઈશ્રી – એ ચક્ષુ ઇન્દ્રિયનો જ વિષય છે. અંધારું પણ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે અને અજવાળું પણ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે.
પ્રશ્ન – આંખ બંધ હોય તોપણ ? સમાધાન :- તોપણ એ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે. પ્રશ્ન :- મનનો વિષય છે ?
સમાધાન - હા, સંગની પંચેન્દ્રિયને મનનો વિષય તો સાથે સાથે થાય જ છે. કોઈપણ ઇન્દ્રિયનો વિષય થાય એની સાથે મન જોડાય જાય છે.
પ્રશ્ન :- બધી ઇન્દ્રિયોમાં ? - સમાધાન – હા, બધી ઇન્દ્રિયોમાં. તમામ ઇન્દ્રિયોમાં એ પ્રકાર છે કે જે ઇન્દ્રિયો પોતાનો વિષય કરે એની સાથે મનના પરિણામ પાછા ચાલુ થઈ જાય છે. એટલે આ કાળું છે, પીળું છે, લાલ છે એવું જે કાંઈ છે એ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે, એ મનનો વિષય નથી. પછી મને એની સાથે વિશેષ વિચાર કરવામાં સાથે રહે છે.
પ્રશ્ન :- માખી મીઠાના ગાંગડાં પર બેસે છે અને સાકરના ગાંગડાં ઉપર પણ બેસે છે, એ મીઠું છે કે આ ખારું છે એ કેમ ખબર પડે છે ?
સમાધાન :- એને વાસથી ખબર પડે છે. એની જે નાસિકા છે એ બહુ તેજ છે. મુમુક્ષુ :- માખીને તો મન નથી એટલે સંજ્ઞી નથી.
પૂજ્ય ભાઈશ્રી :- છતાં એની નાસિકા તેજ છે એટલે ઇષ્ટ-અનિષ્ટ તો એને થઈ જ જાય છે કે આ વાત મને સારી નથી અને આ વાસ મને સારી છે. પછી એવું નથી કે એને અમુક મીઠી વાસ જ સારી છે. એ તો ગંદા પદાર્થ ઉપર પણ સારું કરીને બેસી જાય છે. એટલે એ તો જીવની સારા-નરસાપણાની તો કલ્પના છે. ક્યાં સારું કરે ? ક્યાં નરસું કરે એ તો કલ્પના છે.
મુમુક્ષુ - ત્યાં મન વગરની કલ્પના થાય છે.