________________
પત્રાંક-૩૩૦
૨૪૧ નુકસાન એને પોતાને પોતાના ખ્યાલમાં આવવો જોઈએ. તો ફેર પડે નહિતર ફેર ન પડે.
“તમે દર્શનપરિષહ માં કોઈ પણ પ્રકારે વર્તો છો, એમ જો તમને લાગતું હોય તો તે ધીરજથી વેડવા યોગ્ય છે; એમ ઉપદેશ છે. દર્શનપરિષહ' માં તમે પ્રાયે છો એમ અમે જાણીએ છીએ. ખાસ એટલા માટે આ બધી ચર્ચા કરી છે કે એની યોગ્યતાનો ખ્યાલ આવ્યો છે. અમુક લાયક જીવો એમના પરિચયમાં હતા..
કોઈ પણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્યભાવનાએ, વીતરાગભાવે, જ્ઞાની વિષ પરમભક્તિભાવે સન્શાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે. જુઓ ! આટલી લાઇનદોરી આપી કે જે સ્થિતિમાં તમે છો એમાં આકુળતા વિના વૈરાગ્યભાવનાએ એટલે નીરસ પરિણામે–ઉદયની અંદર નીરસ પરિણામ થાય. રાગદ્વેષ એટલે ઇષ્ટ-અનિષ્ટપણાની કલ્પના છૂટે તે પ્રકારે અને જ્ઞાની વિષે પરમભક્તિભાવે અને અત્યંત અત્યંત જ્ઞાની પ્રત્યેની ભક્તિ સહિત સાાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે. આ તમને યોગ્ય છે. - જ્ઞાનીને વિષે અત્યંત ભક્તિ કરતા કદાચ કોઈ બીજા જીવને ગમે તે પ્રકારના પરિણામ થાવ-લાભના, નુકસાનના, રાગના, દ્વેષના, માયાના ગમે તે પ્રકારના (થાય) એનું દુર્લક્ષ કરવું. જેને જે થાય તેને એનો હિસાબકિતાબ છે અથવા એને એ મુબારક છે અથવા એની જવાબદારી એની છે. મારા લાભનો વિષય તો આ છે. પોતાનો લાભ સમજવાનો છે. પોતાનો લાભ પોતે લઈ લેવો એ પ્રકારે વિચારવાનું હોય છે.
એ રીતે સન્શાસ્ત્રાદિક અને સત્સંગ આ પ્રકારે કરવા. જુઓ ! આ ત્રણ બોલ, લીધા. પછી વાંધો નથી, પછી તે સહિસલામત છો. નહિતર એમાં જેટલો ફેર પડે એટલી સલામતી ઓછી છે.
કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે. સમય થઈ ગયો છે એટલે પછી લઈશ. અહીંયાં સત્સંગ અને સાસ્ત્રનો પરિચય કરવાની સૂચનામાં પણ સાથે સાથે માર્ગદર્શન લીધું છે. વિશેષ બીજી પણ કલ્પનાથી નિવૃત્ત થવા માટે એ વિષયનું વધારે માર્ગદર્શન છે.