________________
પત્રાંક ૩૩૦
૨૩૯
તે વેદાય તો...' આકુળતા થવી જોઈએ અને ધીરજ રહેવી જોઈએ, એમ કહે છે. બન્ને બાજુથી ઘડે છે. જો ધીરજથી તે વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે.' એનાથી સમ્યક્દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે. જો દર્શનપરિષહમાં જીવ આવે અને ધીરજથી વેદે તો એ સમ્યક્દર્શન પ્રાપ્ત કરે. જો દર્શનપરિષહમાં આવે જ નહિ તો સમ્યક્દર્શન પ્રાપ્ત કરે નહિ. જો દર્શનપરિષહમાં આવે અને અધીરજથી વેદે તો પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે નહિ, એમ છે. એવી વાત છે જરા. મુમુક્ષુની ભૂમિકામાં આ બધા પ્રકાર સૂક્ષ્મ છે.
મુમુક્ષુ :– બહેનશ્રી' એ આ જ વાત લીધી છે, ક્યાંક બોલ છે. પૂજ્ય ભાઈશ્રી :છે, છે. મુંઝાવું નહિ, ખેદાવું નહિ, મુંઝાવું નહિ, મતિ મૂંઢાઈ જાય એવી મૂંઝવણ ન થવી જોઈએ. મૂંઝવણ તો તને થશે પણ છતાં પણ મતિ સૂંઢાઈ જાય એવી મૂંઝવણ ન થવી જોઈએ. ‘વચનામૃત' માં એ વાત આવે છે. બરાબર છે, એ એ જ વાત છે.
મુમુક્ષુ :– મનમાં એવો ભાવ થાય છે કે એકસાથે બે કામ કેવી રીતે થાય.
પૂજ્ય ભાઈશ્રી :– એનો અર્થ શું છે કે રુચિ નથી એટલી. જે કામ કરવું છે એની ભાવના અને રુચિ નથી. ભાવના અને રુચિ સાથે રહે છે. નહિતર તો બે કામ માણસ અનેક જાતના અનેક રીતે કરે છે. નથી કરતા કાંઈ માણસ ચાલતો હોય તો ઘણા વિચાર નથી કરતો ? તો ચાલે છે ત્યારે કાંઈ ખાડામાં પગ મૂકી દે છે ? કે મોટર સાથે ભટકાઈ જાય છે ? કે માણસો સાથે ભટકાતો ચાલે છે ? બરાબર ચાલે છે. પોતાને Traffic થી તારવતો જાય છે અને ચાલતો જાય છે અને વિચાર દુનિયાભરના કરે છે કે નહિ ?.
પ્રશ્ન :- એ રીતે આમાં શું કરવું ?
સમાધાન :– જરૂરિયાત. રુચિને જરૂરિયાત સાથે સીધો સંબંધ છે. તો ખાતા, પીતા, ઊઠતા, બેસતા જરૂરિયાતના વિષયનો વિચાર કરે છે કે નહિ માણસ ? જેની જરૂરિયાત લાગે, જે સુખનું કારણ લાગ્યું હોય એનો વિચાર કરે છે કે નહિ માણસ ? કે નથી કરતો ? બે કામ થાય છે કે નથી થતા ? એટલે એનો અર્થ જ એ છે કે પોતાને રુચિમાં જરૂરિયાત લાગી હોય, ભાવના ઉત્પન્ન થઈ હોય તો ચાલશે, સહેજે ચાલશે. અને નહિતર નહિ ચાલે. જરૂરિયાત નથી લાગી તો વિચાર કરે કે એની