________________
૨૩૮
રાજહૃદય ભાગ-૫ પ્રસંગ નહિ આવે કોઈ ? એને કોઈ પ્રવૃત્તિવાળો પ્રસંગ આવી પડ્યો. ચાલો ભાઈ ફલાણા તમારા ભાઈને ત્યાં ફલાણું કામ છે ને તમને બોલાવ્યા છે. શું કરશે? ના. પાડશે ? ચાલો, તમારા પિતાજી બોલાવવા આવ્યા છે. સામેથી કોઈ આવી ચડે લ્યો, ભાઈ ! તમારું કામ છે એટલે આ કામે આવ્યો છું. શું કરે ? એને એમ કહે કે તું ચાલ્યો જા. શું કરે? બહારના પ્રસંગો તો કંઈ પોતાના કાબૂનો વિષય નથી, Control નો વિષય નથી. આધીન નથી કોઈ. તો ભાવના હોય તો ચાલુ રહે. ભાવના ન હોય તો જે તે પ્રસંગમાં તન્મય થઈ જાય. ' એટલે નિવૃત્તિમાં પણ અધ્યયન હોય ત્યારે એનું દીર્ઘ કાળ સુધી એનું અનુપ્રેક્ષણ થવું જોઈએ એ વાત લક્ષમાં હોવી જોઈએ. એ તો કહે છે. અહીંયાં કે તમે વાંચો છો, સાંભળો છો ઠીક વાત છે. વધારે વાર વાંચવાની, વધારે સમય વાંચવું, સાંભળવું એવી ચિંતા કરવાની જરૂર નથી. એવું લક્ષ દોડાવવાની જરૂર નથી, એ અભિપ્રાયમાં રહેવાની જરૂર નથી. એનું અનુપ્રેક્ષણ દીર્ઘ કાળ સુધી રહે એમ થવું જોઈએ. નહિતર તો શું છે કે Mechanically જે તમે કરશો તે કરી લેશો કે આજે વાંચી લ્યો, આ નક્કી કર્યું કે ભાઈ આટલો ટાઈમ વાંચવું. આટલો ટાઈમ તો સ્વાધ્યાય કરવો છે. એમ નહિ. એનું અનુપ્રેક્ષણ ચાલવું જોઈએ. પછી ગમે તે કામ કરતો હોય.
મુમુક્ષુ - જ્યાં ભૂલ કરીએ છીએ એ જ વાત કરી છે. પૂજ્ય ભાઈશ્રી - માર્ગદર્શન તો અજોડ માર્ગદર્શન આપ્યું છે ! મુમુક્ષુ :- વાંચતાની સાથે જ લાગે કે આપણે અહીંયાં ભૂલ કરીએ છીએ.
પૂજ્ય ભાઈશ્રી :- એવું જ છે. એક એક જગ્યાએ કેટલા સેંકડો પડખેથી આ પત્રોમાં માર્ગદર્શન આપ્યું છે.
પરમાર્થ પ્રાપ્ત થવા વિષે કોઈ પણ પ્રકારનું આકુળવ્યાકુળપણું રાખવું થવું– તેને દર્શનપરિષહ કહ્યો છે. જુઓ ! આ દર્શનપરિષહનો અર્થ કર્યો કે પરમાર્થ પ્રાપ્ત થવા વિષે કોઈ પણ પ્રકારનું આકુળવ્યાકુળપણું રાખવું–થવું....” કે મારે પ્રાપ્તિ કરવી જ છે નહિતર એને આકુળતા થઈ જાય. અપ્રાપ્તિમાં એને આકુળતા થાય. દુઃખ થાય તેને દર્શનપરિષહ કહ્યો છે. અને એ પરિષહ ઉત્પન થાય તે તો સુખકારક છે. એ સારો છે, યોગ્ય છે, થવો જોઈએ. એ સ્થિતિમાં ન આવે તોપણ આગળ સમીપ નહિ જાય અને એ સ્થિતિમાં આવે તો તે યોગ્ય છે. પણ જો તે ધીરજથી