________________
૨૩૬
ગુજહૃદય ભાગ-૫
બધી જ અન્યથા કલ્પના નિવૃત્ત કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. યથાર્થ સ્વરૂપનો બોધ શું ? સ્વરૂપને લક્ષમાં લેવું એટલે શું ? એ ઉપર બધું યથાર્થ ઉત્પન્ન થાય છે અને નહિતર ક્યાંય ને ક્યાંય પોતે કલ્પના કરે છે કે આમ કરું, હું આવી રીતે કરું, હું આવી રીતે કરું, હું આમ કામ કરું.
અધ્યાત્મસારનું વાંચન, શ્રવણ ચાલે છે તે સારું છે.’ અધ્યાત્મસાર' નામનો કોઈ ગ્રંથ છે, પોતે વાંચે છે એવું જણાવ્યું હશે. તો કહે (છે), ભલે તમે વાંચો છો એ ઠીક છે. તેમ છતાં અનેક વાર ગ્રંથ વાંચવાની ચિંતા નહીં.' અથવા ઘણું વાંચન કરવું કે ઘણું સાંભળવું એ અભિપ્રાય નહિ પણ કોઈપણ પ્રકારે કોઈ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે એમ કરવું યોગ્ય છે.' કેવું માર્ગદર્શન (છે) ! એક એક પગલે કેટલું માર્ગદર્શન આપે છે ! શાસ્ત્ર ભલે તમે વાંચો કે સાંભળો એ તો જ્ઞાન પ્રાપ્તિનું જુદી જુદી ઇન્દ્રિયોનું માધ્યમ છે. એકમાં ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ કામ કરે છે તો એકમાં કર્મેન્દ્રિયનો ઉપયોગ કામ કરે છે. પણ એ વધારે વાંચો, વધારે સાંભળો એ જરૂરી નથી, એનું અનુપ્રેક્ષણ વધારે કાળ રહે તે જરૂરી છે. અનુપ્રેક્ષણ એટલે ભાવના. જુઓ ! ભાવના ઉપર આવ્યા.
બાર ભાવના આપણે કહીએ છીએ ને ! બાર ભાવના. એ બાર ભાવનાને બાર અનુપ્રેક્ષા પણ કહેવામાં આવે છે. ‘કાર્તિકેયસ્વામીએ' બારસ અણુપેખ્ખા–બાર અનુપ્રેક્ષા કહી છે ને ? અનુપ્રેક્ષા એટલે ભાવના. પ્રેક્ષ, પરિપ્રેક્ષ નથી કહેતા ? આ પ્રેક્ષક થાય છે માણસ. જોનાર–અનુસરીને જોનાર. એ ભાવના, એનો રૂઢિ અર્થ ઉતાર્યો છે ભાવના. એને અનુપ્રેક્ષા કહે છે.
મુમુક્ષુ :- પ્રેક્ષક ઉપરથી પ્રેક્ષા.
પૂજ્ય ભાઈશ્રી :– હા, મૂળ શબ્દ એ છે. એના ઉપરથી પ્રેક્ષા પર્યાયને લીધી. પ્રેક્ષક પુરુષ લીધો. પ્રેક્ષા એની પર્યાય લીધી. અનુપ્રેક્ષા એટલે અનુસરીને એ જ્ઞાનની પ્રેક્ષા થવી તે. વારંવાર જ્ઞાન એના ઉપર જાય એ ભાવના હોય તો જ જાય. એટલે એ સત્પુરુષોની આશા છે એમ કહો કે ઉપદેશ છે એમ કહો કે શાસ્ત્ર વાંચવું કે શાસ્ત્ર સાંભળવું તો ભાવનામાં રહીને, ભાવનામાં આવીને ભાવનાસહિત એ અધ્યયન થવું જોઈએ. જો ભાવનાસહિત થાય તો એ પ્રક્રિયા પૂરી થયા પછી એ લંબાય. નહિતર આપણે જેમ પ્રશ્ન ચાલે છે કે અહીં તો સાંભળીએ છીએ અને સારું લાગે છે પાછા