________________
પત્રાંક૩૩૦
૨૩૭
બહાર નીકળ્યા પછી ભૂલી જઈએ છીએ. એ પરિસ્થિતિ કેમ થાય છે ? કે અહીંયાં સારું લાગે છે અને પછી વિસ્તૃત થઈ જાય છે. કામમાં પડી જઈએ છીએ માટે વિસ્તૃત થઈ જાય છે એમ નથી, ભાવના નથી માટે વિસ્મૃતિ થાય છે. એમ છે.
મુમુક્ષુ :– જ્ઞાન હાજર રહેવું જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી :– હાજર રહેવું જોઈએ. ભાવના હોય તો હાજર રહે નહિતર ગેરહાજર થઈ જાય. એ તો વિષય ચાલે છે. પોતાની ભાવના હોય તો હાજર રહે, ભાવના ન હોય તો છૂટી જાય. સાંભળેલું, વાંચેલું, વિચારેલું બધું છૂટી જાય છે. મુમુક્ષુ :– જ્ઞાન તો હાજર રહે છે પણ બીજે ઠેકાણે હાજર રહે છે.
પૂજ્ય ભાઈશ્રી :– જ્ઞાનનો નાશ થતો પણ ક્યાંયના ક્યાંય પહોંચી જાય છે. અથવા જે તે ઉદયના કાર્યોની અંદ૨ તન્મય થઈને પ્રવર્તે છે. એ તો એને યોગ્ય નથી. એ એની ભાવનાની ખામી બતાવે છે.
એટલે કહ્યું કે અધ્યાત્મસાર' નું વાંચન, શ્રવણ ચાલે છે તે સારું છે.’ વાંચે પણ છે અને શ્રવણ પણ બન્ને ચાલે છે એમ કહે છે. કોઈ ભેગા થઈને વાંચતા હશે તો શ્રવણ કરતા હશે, તે સારું છે. અનેક વાર ગ્રંથ વેંચાવાની ચિંતા નહીં...' એટલે એ અભિપ્રાય નહિ પકડતા. ઘણું વાંચવું, અનેક વાર વાંચવું એમ નહિ. પણ કોઈ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે એમ કરવું યોગ્ય છે.'
મુમુક્ષુ :– આ બાજુનું મૂલ્ય હોય તો ટકે નહિતર પરિણમન બીજી બાજુ ચાલી જાય છે. એટલે પછી વાંચન, શ્રવણનું આલંબન લે ને !
પૂજ્ય ભાઈશ્રી :– એ ઠીક છે પણ એ ટેવ નહિ પડવી જોઈએ. જ્યાં સુધી ભાવનામાં ન અવાય ત્યાં સુધી ભાવનાની ઉત્પત્તિ અર્થે થવું જોઈએ. એટલે ખ્ય.લ એ હોવો જોઈએ. વિચારમાં, સમજણમાં એ ખ્યાલ હોવો જોઈએ કે મારી ભાવના કેળવવા માટે હું આ વાંચું છું. ફક્ત મારો ઉપયોગ ફ્લાણે લાગી જાય છે એને છોડાવવા માટે વાંચું છું એટલો અભિપ્રાય નહિ હોવો જોઈએ. જો ભાવના ન કેળવાય તો વળી પાછી એ જ પરિસ્થિતિ થશે અને સંયોગો તો કેટલા પોતાના કાબૂમાં છે ? નિવૃત્તિ હોય તો માણસ વાંચવા બેસે કે સાંભળવા બેસે, પણ કોઈની ઉદયની પરિસ્થિતિ જ એવી હોય કે જેમાં નિવૃત્તિ ન હોય તો શું કરે એ ? એણે શું કરવું ? અથવા તમારે કામ આવી પડ્યું, નિવૃત્તિવાળાને કોઈ પ્રસંગ આવી પડ્યો. એને કાંઈ પૂર્વકર્મનો