________________
પત્રાંક-૩૩૦
૨૫૩ એ પોતાની નિત્યતાને સૂચવે છે. આત્મા કર્યા છે. પરિણામરૂપી કાર્યને પોતે કરે છે એમ તો સ્પષ્ટ અનુભવગોચર થાય છે. જે તે પરિણામના આકુળતાદિ ભાવોને ભોગવે છે પણ પોતે એ પણ પોતાના અનુભવથી નક્કી થાય છે. બંને ભાવો નક્કી થાય છે.
મોક્ષ છે એમ જે પ્રમાણથી...' નક્કી થાય. હવે એ પ્રમાણ એવું છે કે બંધન છે એ તો જીવને રાગબંધન છે. રાગનું વધવાઘટવાપણું પ્રત્યક્ષ અનુભવગોચર છે. એથી રાગનું ધ્રુવપણું નથી એમ પ્રત્યક્ષ અનુભવગોચર છે. તો જે અધુવ છે એનો અભાવ પણ થઈ શકે છે એવું એનું એના–રાગના વધવા-ઘટવા ઉપરથી પ્રમાણ મળે છે. જે રાગ વધે છે, જે રાગ ઘટે છે તે રાગ અભાવ પણ થઈ શકવા યોગ્ય છે. રાગ એ જીવને બંધન છે તો બંધનનો અભાવ તે મોક્ષ છે. એમ મોક્ષ પણ આ પ્રમાણથી જાણી શકાય છે. ક્યા પ્રમાણથી જાણવું ? કે પોતાના અનુભવ પ્રમાણથી જાણવું.
તેનો ઉપાય પણ હોવા યોગ્ય છે. રાગ જેમ વધવાનો ઉપાય છે, એમ રાગ ઘટવાનો પણ ઉપાય હોવા યોગ્ય છે. કેમકે ઘટે છે, મટે છે તો એનો ઉપાય હોય તો ઘટે-મટે ને ? નહિતર કેમ થાય ? એટલે તેનો ઉપાય પણ છે એમ પણ એ પ્રમાણથી જણાય છે. એનું પણ પ્રમાણ મળે છે કે આનો કોઈ ઉપાય છે અને એનો પ્રત્યક્ષ પ્રમાણ એ છે કે અનંતા આત્માઓ સિદ્ધિને પામ્યા એ પોતાના જેવા હતા. અનંતા આત્માઓ–સત્પરષાદિ ઉપાયરૂપ માર્ગમાં વર્તી રહ્યા છે એ પણ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. અને એમની વાણીને, એમની વાતને વિચારવામાં આવે તોપણ ઉપાય છે એ સ્પષ્ટપણે પ્રતીતિમાં આવે છે કે આનો પણ ઉપાય છે કોઈ, નથી એવું નથી. નહિતર લોકો એમ વિચારે છે કે આ બધી એવી ગૂઢ વાતો છે કે એ કાંઈ આપણને સમજાય એવું નથી. આપણે સમજવાનું ભૂતું નથી એમ સમજીને ઘણા માંડી વાળે છે. એ રસ્તે જ નથી જતા. એવું નથી. આ બરાબર એનો ઉપાય સમજાય એવો છે, ન સમજાય એવો નથી.
તે વારંવાર વિચારવા યોગ્ય છે. “અધ્યાત્મસાર માં અથવા બીજા ગમે તે ગ્રંથમાં એ વાત હોય તો વિચારવામાં બાધ નથી. એ વિષય જ્યાં પણ ચચ્ય હોય ત્યાંથી એને વિચારવામાં કોઈ હરકત નથી. ફક્ત કલ્પનાનો ત્યાગ કરી વિચારવા યોગ્ય છે. વાસ્તવિકતા, પદાર્થના વિજ્ઞાનની જે વાસ્તવિકતા છે, એના ગુણધર્મોનું જે વિજ્ઞાન