________________
પત્રાંક-૩૩૧
૨૫૯ વહાલપમાં તે ડૂબે છે ત્યાં સુધી તને ન તો તારું સ્વરૂપ ભાસ્યમાન થશે, ન તો તને સત્સંગની-સતુ સમાગમની કોઈ કિમત આવશે. સ્વરૂપ ભાસવું એટલે કિમત આવવી. ત્યાં સુધી ખચીતપણે પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. આ વાત ત્રણે કાળને વિષે... પંચમકાળ, ચોથીકાળ અહીંયાં નહિ. તમારો કાળનો પ્રશ્ન આવી ગયો. “આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદ જાણી...” આ વિષયમાં વચમાં કોઈ તર્ક ઉઠાવીને વિસંવાદ ઊભો કરવા જેવો નથી. Full & final judgement આ વિષયનું આપી દીધું છે. આમાં કોઈ વિસંવાદની જગ્યા નથી.
“આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે. કોઈ સ્પૃહાથી લખી છે એમ પણ ગણતરી કરતા નહિ. નિષ્કામપણે લખી છે. નિષ્કામપણે એટલે કોઈ ઈચ્છાથી, અમુક વાતને લક્ષમાં રાખીને, અમુક હેતુથી લખી છે, અમુક પ્રકારથી લખી છે એવું કાંઈ નથી. કેવળ આત્મહિતના એક જ લક્ષે આ વાતનું અહીંયાં પ્રતિપાદન કર્યું છે. એ સિવાય અમારે બીજું કોઈ કારણ નથી.
એમ કહીને કોઈપણ મુમુક્ષુ જીવને પોતાની વર્તમાન પરિસ્થિતિનું અવલોકન કરવામાં મૂકી દીધા છે. જો તને સંગ પ્રસંગમાં કેટલી વહાલપ ઊભી થાય છે ? કેટલો રાજી થઈ જા છો? ઇચ્છા પ્રમાણે થતાં કેવો રસ આવી જાય છે ? અને એ રસ આવે છે તો તું કેટલો એમાં ડૂબી જા છો ? એનું નુકસાન શું ? કે તું આત્માનો વિચાર કરીશ, શાસ્ત્રો વાંચીશ પણ તને તારું સ્વરૂપ નહિ ભાસે. જ્ઞાની મળશે તને સત્સમાગમનું સ્વરૂપ નહિ ભાસે. સત્સંગનું સ્વરૂપ શું છે એની કિમત નહિ આવે. બસ, ખલાસ થઈ ગઈ વાત. પુય પૂરા કરવા સિવાય ભવ રહ્યો નહિ. ભવ રહ્યો એ પુણય-પાપના ફળ પૂરા કરવા સિવાય બીજું કોઈ એમાં કારણ રહ્યું નહિ. કોઈ લોકોત્તર કારણ ન રહ્યું. એ પરિસ્થિતિ આવી જશે. (અહીં સુધી રાખીએ).