________________
૨૪૦
રાજહદય ભાગ-૫ જરૂરિયાત નથી લાગી અને બીજી જરૂરિયાત લાગી છે. તો એ તો અનંત કાળથી એમ કર્યા જ કર્યું છે એણે. એક પરમાણુ એનું થયું નથી. એની જરૂરિયાતમાં તો અનેક પદાર્થોની જરૂરિયાત ઇચ્છી છે પણ એક પરમાણુ એનો થયો નથી.
હવે પોતામાં જ રહેલું જે અનંત જ્ઞાન અને અનંત સુખ અને અનંત શાંતિ એની જરૂરિયાત કેમ નથી ? એનું મંથન કરે, પોતાની વિચારણા કરે તો નુકસાન અને નફાની બરાબર સમજણ થાય એવું છે, અને સમજણ થાય એ પ્રકારે વલણ ઊભું થયા વિના રહે નહિ. યથાર્થ સમજણમાં સમજણ અનુસાર પરિણામનું વલણ થવું એ તો સહેજ વાત છે, કરવું નથી પડતું પછી. સ્વાધ્યાય પણ એના માટે જ છે. સમજણ યથાર્થ કરવા માટે તો સ્વાધ્યાય છે.
મુમુક્ષુ :- એક કલાકનો સમય કાઢી એમાં વાંચીએ પછી પાછા પ્રવૃત્તિમાં જઈએ એટલે...
પૂજ્ય ભાઈશ્રી - એક કલાકનો સમય કાઢીને વાંચીએ એમાં એ ખ્યાલ હોવો જોઈએ કે એવી ભાવનાથી આ મારું વાંચન થવું જોઈએ કે જેનું લંબાણ ચાલે પછી, એનું અનુપ્રેક્ષણ ચાલે પછી. ગમે તે ઉદય શરૂ થાય તોપણ એની અનુપ્રેક્ષા ન છૂટે. એ એને સ્વાધ્યાય કરતી વખતે જ લક્ષમાં હોવું જોઈએ. તો એમાં એ રસ લઈ શકશે. નહિતર તો પરિણામ લુખા થઈ જશે. એમાંથી શુષ્કજ્ઞાનની ઉત્પત્તિ થશે.
સ્વાધ્યાય કરનારના બે પરિણામ થાય છે. કોઈ શુષ્કજ્ઞાની પણ થઈ જાય છે કે નહિ? કે નથી થતા ? શુષ્કજ્ઞાની શું કરવા થઈ જાય છે કે જે ભાવના વિહીન પરિણામે સ્વાધ્યાય કરે છે એ શુષ્કશાની થાય છે. ભાવના ઊડી જાય છે. એટલા માટે તો “વચનામૃત' માં “બહેનશ્રી એ એક બીજી વાત કરી છે કે મુમુક્ષનું હૃદય તો ભીંજાયેલું રહેવું જોઈએ. એ ભાવનાથી ભીંજાયેલું રહેવું જોઈએ એમ વાત છે. હવે એનું ભાવનાથી ભીંજાયેલું હૃદય ન હોય તો એનું વાંચન છે એ શુષ્કજ્ઞાનમાં અવશ્ય લઈ જશે.
મુમુક્ષુ - અડધો દિવસ રજા હતી તો વાંચવું નથી ગમતું. ટાઈમ ન હોય ત્યારે એમ થાય કે ટાઇમ નથી, જ્યારે ટાઇમ હોય ત્યારે એમ થાય કે
પૂજ્ય ભાઈશ્રી :- એટલે જરૂરિયાત કેટલી છે ? રુચિ કેટલી છે ? ભાવના કેટલી છે? એ તપાસવું જોઈએ અને એનો નફા-નુકસાન સમજાવો જોઈએ, એનો લાભ