________________
૨૪૮
ચજહૃદય ભાગ-૫ પ્રશ્ન કરીએ તો. કેમકે પોતે એમ કહ્યું કે કોણ એવો પુરુષ છે કે એને ભેદજ્ઞાન ન થાય? ત્યારે (કહે છે), કારણ કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણ... રાગરસમાં રહેલો ક્ષયોપશમ જ્ઞાનનો ભાવ, આત્મા અને પરનું ભિન્નપણું જાણે છે તો એને જ્ઞાન થતું નથી, ભેદજ્ઞાન થતું નથી, અનુભૂતિ થતી નથી. પણ જ્ઞાન જ્યારે પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે, રાગરસ, પુદ્ગલ રસમાં
જ્યાં સુધી ઊભો છે ત્યાં સુધી એને ભેદજ્ઞાન થયું નથી. જ્ઞાન જ્ઞાનરસમાં રહીને પોતાનું સ્વરૂપ જાણે છે ત્યારે એને ભેદજ્ઞાન થાય છે. જુઓ ! આ રસનો મુદ્દો શું કામ કરે છે ? અથવા પરિણામમાં રહેલા રસનું મહત્ત્વ શું છે ? કે રસ છે, રાગમાં પણ જીવને રસ આવે છે, રાગના વિષયભૂત બીજા પદાર્થો, સંયોગો છે એમાં પણ જીવને રસ આવે છે અને જ્ઞાનીઓને આત્મામાં-જ્ઞાનમાં ચૈતનનો આનંદનો રસ પણ આવે છે.
મુમુક્ષુ - રસ તો છે. - પૂજ્ય ભાઈશ્રી - રસ તો છે. હવે એ રસ શેનો છે ? કોનો રસ જીવ લ્ય
છે એના ઉપર એને સંસારનો માર્ગ કે મોક્ષનો માર્ગ એ ફલિત થાય છે. આ સીધી વાત છે. આપણે ત્યાં આ પ્રશ્ન છે, કે ભેદજ્ઞાન તો અમે અનેક પ્રકારે જાણીએ છીએ કે દેહને આત્મા ભિન્ન છે, રાગ અને જ્ઞાન ભિન્ન છે–પણ અનુભવ કાં નહિ ? તો કહે છે, ઊભો રહે. તું ક્યા રસમાં ઊભો છો એ તો નક્કી કર. શેનો રસ છે એ તો નક્કી કર.
જયચંદજીએ બહુ મહત્ત્વની વાત આ જગ્યાએ એક લીટીમાં કરી દીધી છે કે “જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે અવશ્ય તે જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન જ જણાવે છે.' પરથી ભિન્ન જ જણાવે છે. પરથી ભિનપણું ન થાય એમ બને નહિ થાય ને થાય જ. આ નિયમબદ્ધ વાત છે. પાણીમાં સાકર નાખો અને પાણી ગળ્યું કદાચ ન થાય તો ન થાય પણ આમાં ફેર ન પડે એમ કહેવું છે. જો કે એવું બનતું નથી. પણ કોઈ કારણથી એવું બને તોપણ તે આમાં ન બને, ફેરફાર ન થાય. એમ લેવું છે. આ સીધી અનુભવ પદ્ધતિની Concrete વાત છે, બહુ Solid વાત છે. કેમ અનુભવ છે અને કેમ અનુભવ નથી ? એની ચોખ્ખી દીવા જેવી આ વાત છે.