________________
૨૫૦
ચજહૃદય ભાગ-૫ પ્રકાશમાં આવ્યું પણ નામ ન લીધું, અને દિગમ્બર સંપ્રદાયમાં “શ્રીમદ્જીનું નામ અજાણ્યું છે તો એ નામ લીધું.
મુમુક્ષુ - સમયસાર વાંચ્યા પછી અનુભવ થયો.
પૂજ્ય ભાઈશ્રી - અનુભવ થયો. આ વાત તો બીજો મુદ્દો છે. પરિણામની અંદર વક્રતા શું છે એ એ વાત છે.
મુમુક્ષુ – ગુરુદેવ ક્યાંય ને ક્યાંય મળ્યા હશે, પ્રત્યક્ષ મળ્યા હશે. પૂજ્ય ભાઈશ્રી - અસરળતા કેટલી છે એ સ્પષ્ટ થાય છે.
એમ કહીને એમ કહ્યું કે જે આવી વાત સાંભળીને ભેદજ્ઞાન ન કરે એ દીર્ઘ સંસારી છે. જયચંદજીએ એ વાત લીધી છે.
મુમુક્ષુ – (ભાઈ) તો પ્રત્યક્ષ વિરોધમાં હતા. પૂજ્ય ભાઈશ્રી :- હા, એ ખ્યાલમાં છે. આ બધા અખબારોમાં નામ આવતું ને.
મુમુક્ષુ - આ જે પરમભક્તિથી સત્સંગ થવો જોઈએ એ માર્ગદર્શન આવે છે એ પ્રકારથી સમજવાનું નથી બનતું.
પૂજ્ય ભાઈશ્રી - એટલો લાભ સમજાય તો સહજ જ થાય છે. પોતાના પરમ હિતનો વિષય જેટલો સમજાય છે એટલો ભાવ સહેજે આવે જ છે. થોડું પણ કામ કરવું હોય એક Minister પાસે જઈને, License ઉપર સહી કરાવી નાખવી હોય, પછી તો ઘણો પરિશ્રમ બાકી હોય છે. ઉદ્યોગનો પાયો નાખવો ને ચલાવવો ને. પણ એક ખાલી Permission મળી જાય તો પણ કેટલો આભાર માને ? પેલો કહે એક પૈસો લેવાનો નથી મારે. તમારી માગણી વ્યાજબી છે. લાવો. સહી કરી દઉં. પોતાને લાભ સમજાય, કેમકે જ્યાં લાખો-કરોડો કમાવાના છે ત્યાં તો લાભ સમજાય છે પણ અનંત ભવના જન્મના, મરણના, રોગના, પીડાના, ઉપાધિના, મૂઝવણના બધા જ અનંત કાળ પર્યત દુઃખ ખલાસ થઈ જાય. એ તો નુકસાનનો વિષય છે અને અનંત કાળ પર્યત અનંત અનંત સમાધિ સુખની પ્રાપ્તિ થાય-આટલો હિસાબકિતાબ કરતા જેને આવડે એને સહેજે છે. એટલો હિસાબકિતાબ ન થાય ત્યાં સુધી એ સહજતા ઉત્પન્ન નહિ થાય.
મુમુક્ષુ – એ સુખનું કારણ છે. પૂજ્ય ભાઈશ્રી :- હા. ત્યાં સુધી આ માર્ગ વિષે જે પરમભક્તિ આવવી જોઈએ,