________________
૨૪૪
રાજહૃદય ભાગ-૫
પૂજ્ય ભાઈશ્રી :– હા, થાય છે. થાય છે. આ તો મનવાળા પ્રાણીને (આમ થાય છે એમ કહેવું છે). એટલે તો ખુલાસો કર્યો. મનવાળા પ્રાણીને જે તે ઇન્દ્રિયનો વિષય જ્ઞાનમાં આવતા સાથે તરત જ મનના પરિણામ ચાલુ થઈ જાય છે. તરત જ એની સાથે મન જોડાય છે. એમ. એટલે ધ્યાનમાં દિવ્યતેજ વગેરે દેખાય છે) એવી પણ કોઈ મનમાં કલ્પના ન કરવી. એ પણ ઊંધે માર્ગે ચડી જવાનો પ્રકાર છે અથવા ત્યાં કલ્પના થતાં દર્શનમોહ તીવ્ર થશે.
શાંતસુધારસમાં કહેલી ભાવના, અધ્યાત્મસારમાં કહેલો આત્મનિશ્ચયઅધિકાર એ ફરી ફરી મનન કરવા યોગ્ય છે.' એ ગ્રંથ પોતાના વાંચેલા લાગે છે એટલે એ સંબંધની અંદર પણ પોતે બે અધિકાર, બે મુદ્દા ઉપર ધ્યાન ખેંચ્યું છે કે ‘શાંતસુધારસ’માં ભાવનાનો વિષય લીધો છે અને અધ્યાત્મસાર’ માં આત્મનિશ્ચય અધિકાર લીધો છે. અધ્યાત્મસાર' ઘણું કરીને યશોવિજ્યજી'નું છે (તે). ફરી ફરીને મનન કરવા યોગ્ય છે. એ બેનું વિશેષપણું માનવું.' એ બંને ગ્રંથોમાં એ બંને વિષય જરા વિશેષ લીધેલા છે.
હવે જે આત્મસિદ્ધિના પદ છે એ વિષય ઉપર ધ્યાન ખેંચે છે. આત્મા છે’ એમ જે પ્રમાણથી જણાય,...' એટલે આત્માનું અસ્તિત્વ જેના દ્વારા ગ્રહણ થાય. આત્મા છે' એમ જે પ્રમાણથી જણાય, આત્મા નિત્ય છે' એમ જે પ્રમાણથી જણાય,..' એનું શાશ્વતપણું જે પ્રમાણથી જણાય. આત્મા કર્તા છે.' પોતાનો પરિણામનો કર્તા છે એમ જે પ્રમાણથી જણાય અને આત્મા પોતાના પરિણામમાં થતા ભાવોનો ભોક્તા છે એમ જે પ્રમાણથી જણાય, મોક્ષ છે' એમ જે પ્રમાણથી જણાય, અને તેનો ઉપાય છે...' મોક્ષનો ઉપાય એટલે માર્ગ છે એમ જે પ્રમાણથી જણાય. તે વારંવાર વિચારવા યોગ્ય છે.' આમ કહીને પ્રયોજ ભૂત છ મુદ્દા મૂક્યા છે. એમણે જે આત્મસિદ્ધિ’ માં મુદ્દા મૂક્યા છે એનો અર્થ એ છે કે, એ પ્રયોજનભૂત વિષય છે.
મુમુક્ષુજીવ માટે આટલો નિર્ણય કરવો એ વિચારીને નિર્ણય કરવો, ઓઘસંજ્ઞાએ નહિ પણ વિચારીને નિર્ણય કરવો. એનું પ્રમાણ લીધું છે, દરેકમાં પ્રમાણ લીધું છે. કે એનું પ્રમાણ શું તમને લાગે છે ? કયા પ્રમાણથી એમ લાગે છે કે આત્મા છે ? ક્યા પ્રમાણથી એમ લાગે છે કે આત્મા નિત્ય છે ? એમ છએ મુદ્દામાં એના પ્રમાણ વિચારીને વારંવાર એ છ પદનો વિચાર કરવા યોગ્ય છે અને એ રીતે આત્માનો