________________
und
તા. ૨૯-૧૧-૧૯૮૯, પ્રવચન નં. ૯૪
પત્રાંક - ૩૩૦ અને ૩૩૧
b
શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ. પત્રાંક ૩૩૦ ચાલે છે. પાનું ૩૧૮ ત્રીજી લીટી. શાસ્ત્ર અધ્યયન અને સત્સંગ વૈરાગ્ય ભાવનાથી જ્ઞાની વિષેની પરમભક્તિ સહિત કરવા યોગ્ય છે–એટલું માર્ગદર્શન આપ્યા પછી ધ્યાનનો જે ખુલાસો કર્યો હતો કે મનમાં સંકલ્પ કર્યો હોય કે આવા પ્રકારનું ધ્યાન કરીએ એ વિષયમાં થોડો વધારે ખુલાસો કરે છે. લખનારના પત્રમાંથી કોઈ વાત ચાલી લાગે છે એટલે સ્પષ્ટીકરણ આપ્યું છે.
કોઈપણ પ્રકારની પરમાર્થ સંબંધ મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઇચ્છા કરવી. નહિજે પરમ તત્વના દર્શન કરવા છે એને અહીંયાં પરમાર્થ કહે છે. અર્થ નામ પદાર્થ. પરમાર્થ એટલે પરમપદાર્થ. પરમપદાર્થના સંબંધમાં મનથી અમુક કલ્પના કરીને ઇચ્છા ન કરવી કે મને આવું દર્શન થાય તો સારું, મને આવું દર્શન થાય તો સારું), આમ દેખાય તો સારું. મને આવું દેખાય તો સારું એમ. ' અર્થાતુ કંઈ પણ પ્રકારના દિવ્યતેજયુક્ત પદાર્થો ઇત્યાદિ દેખાવા વગેરેની ઇચ્છા, મનકલ્પિત ધ્યાનાદિ એ સર્વ સંકલ્પની જેમ બને તેમ નિવૃત્તિ કરવી.' એટલે એવી એવી પણ કોઈ કલ્પના ન કરવી કે કાંઈ અંદર તેજ દેખાય, દિવ્ય તેજ કોઈ દેખાય જાય. લાલ-પીળા દેખાયને ! માણસ કલ્પના કરે છે કે અમને કોઈ દિવ્યતેજ તેજ તેજના અંબાર જેવું દેખાય છે અને એ જ આત્માનું સ્વરૂપ છે. પણ જેટલું ચક્ષુ ઇન્દ્રિયના વિષયથી આંખ ખોલીને કે આંખ બંધ કરીને વર્ણગુણનો વિષય થાય છે, વર્ણગુણની પર્યાયનો વિષય થાય છે, કોઈપણ રંગ દેખાય છે એ આત્માનું સ્વરૂપ નથી. આત્મા તો અરૂપી છે એને કોઈ વર્ણ નથી. પણ જે અજાણ્યા છે, આત્માના સ્વરૂપથી જ અજાણ્યા છે એવા જીવો અનેક પ્રકારે કલ્પના કરી બેસે છે. મને આમ દેખાય તો