________________
૨૩૪
રાજહૃદય ભાગ-૫
મુમુક્ષુ :- આ તો દ્રવ્યપર્યાય વચ્ચેની ચોખવટ...
પૂજ્ય ભાઈશ્રી :- જે ગણો એ પણ પરિસ્થિતિ આ છે. જ્યારે પોતાને પોતાનો મૂળસ્વરૂપનો પ્રતિભાસ આવે છે એ સ્વરૂપ પરમેશ્વરપદ એટલું મહાન છે ! “ગુરુદેવ’ કહેતાને ત્રણ લોકનો નાથ છો તું.' એના લક્ષમાં બધું જ લક્ષ છૂટી જાય. આખા જગતનું લક્ષ છૂટી જાય એમ નહિ, પોતાની પર્યાય સુદ્ધાનું લક્ષ છૂટી જાય.
મુમુક્ષુ - પર્યાય પોતે પોતાને ભૂલી જાય.
પૂજ્ય ભાઈશ્રી :- ભૂલી જાય. એટલે તો એમણે ભાગવતનો દૃગંત પરાભક્તિનો લીધો છે. ગોપાંગનાનો જે દષ્ઠત લીધો છે એ એમણે આ વૃત્તિનો દૃષ્ટાંત લીધો છે કે ગોપાંગના છે એ ભૂલી જાય છે કે હું કોણ છું અને શું કરવા નીકળી છું? ભરબજારે માખણ લેવાને બદલે માધવ લ્યો એમ કહે છે. અને સ્ત્રી સહજ જે એને લજ્જા આદિ હોય છે એ બધું છૂટી જાય છે, એને ખબર નથી રહેતી. જ્યારે શ્રીકૃષ્ણને જુએ છે ત્યારે એને કાંઈ ખબર નથી રહેતી કે મારા કપડાં અંગ ઉપર ઠીક છે કે નહિ ? ફલાણું ઠીક છે કે નહિ ? કાંઈ ખ્યાલ નથી રહેતો, બધું ભૂલી જાય છે. તો. એ શું બતાવે છે ? કે પોતાનું ભાન ભૂલે છે. એમ સ્વરૂપ એવું છે કે જે સ્વરૂપને જે જ્ઞાન લક્ષમાં લ્ય છે એ જ્ઞાનની ચોંટ એવી છે, જ્ઞાન ઉપર એ સ્વરૂપની ચોંટ એવી છે કે પર્યાયના ફેરફારોનો જે પ્રકાર છે એ બધો લક્ષમાંથી છૂટી જાય છે. ક્યાંય લક્ષ નથી રહેતું.
મુમુક્ષુ :- આ વાત ઉપર “સોગાનીજીએ બહુ જોર આપ્યું છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, એમણે ઘણું જોર આપ્યું છે. એ દ્રવ્યદૃષ્ટિનો વિષય જ એવો છે.
મુમુક્ષુ - એમના જેટલું જોર બીજે કયાંય દેખાતું નથી. એમણે જેટલું જોર આપ્યું છે...
પૂજ્ય ભાઈશ્રી - એમાં શું છે એ જાતનો પ્રકાર જ એવો હતો. એમનો ઉપાડ એવો હતો. કેમકે સત્સંગ ન મળ્યો, સત્સંગની ચાહના હોવા છતા સત્સંગ ન મળ્યો અને કોઈ હોનહારને હિસાબે ગણો કે ગમે તેમ પણ એકલે હાથે ઘણું કામ કર્યું! ઘણું કામ કર્યું એકલા હાથે !એકાવતારી થઈ ગયા એટલે ઘણું કામ કર્યું ને ! પરિણતિ બહુ જમાવેલી. એમના સહવાસમાં રહ્યા હોય તો એ ખ્યાલ આવતો હતો.