________________
પત્રાંક-૩૩૦
૨૩૩ છે. એવું જ્ઞાનીપુરુષનું, સપુરુષનું સ્વરૂપ સમજાય, એના સમાગમથી એ વાત સમજાય ત્યારે એને ખબર પડે છે. નહિતર એને એ વાતની ખબર પણ પડતી નથી કે ઊલટાનું હું મિથ્યાત્વ દઢ કરી જઈશ, દર્શનમોહને વધારીશ, પર્યાયના કર્તુત્વ ઉપરનું જોર વધી જશે. | મુમુક્ષુ :- પર્યાયનું કર્તૃત્વ પણ નથી અને પાછું ધ્યાન કરનારી પર્યાય છે અને છતાં પર્યાયમાં કર્તુત્વ નથી. આવું ક્યાંય નથી.
પૂજ્ય ભાઈશ્રી :- જૈનદર્શનની વિશિષ્ટતા આ એક જગ્યાએ છે કે કોઈપણ જીવ જ્યારે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે ત્યારે એનો પર્યાયપ્રધાન વિચાર હોય છે કે મારામાં દુઃખ છે, અવગુણ છે, દોષ છે એ મારે ટાળવા જોઈએ. સદ્દગુણ મારે પ્રગટ કરવા જોઈએ, સદ્ગુણથી ઉત્પન્નથી થતું સુખ મારે પ્રગટ કરવું જોઈએ. નિર્દોષતા અને શદ્ધિ એ મારો ધર્મ છે. આમ પર્યાયપ્રધાન વિચારથી પ્રવેશ પામેલા જીવન પર્યાયનું લક્ષ જ છોડાવી દે. એવી જ કોઈ માર્ગની પરિસ્થિતિ છે કે એનું લક્ષ જ છોડાવી દે અને ત્યારે એ સાચી વિધિમાં પ્રવેશ કરે. તો એ ક્યારે થાય ? કે સ્વરૂપ નિશ્ચય થાય, સ્વરૂપની ઓળખાણ થાય, સ્વરૂપનો પ્રતિભાસ થાય, જેવું સ્વરૂપ છે એવું એને સીધું લક્ષગોચર થાય રાગની આડ વિના, રાગની પ્રધાનતા છોડીને મુખ્યતા છોડીને સીધું જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાનસ્વભાવનો નિશ્ચય થાય તો જ એને સામર્થ્ય પકડાય, સામર્થ્ય પકડાય, તો જ એને વર્તમાન અસ્તિત્વરૂપે પકડાય અને તો જ એનું પર્યાય ઉપરનું લક્ષ ફરે. નહિતર અનાદિનું પર્યાય ઉપરનું લક્ષ છૂટતું નથી, છૂટવું બહુ મુશ્કેલ છે.
મુમુક્ષુ :- પર્યાય દ્વવ્યનું લક્ષ કરે છે.
પૂજ્ય ભાઈશ્રી - પોતાનું લક્ષ છોડીને. પયય દ્રવ્યનું લક્ષ કરે છે, પોતાનું લક્ષ છોડીને.
મુમુક્ષુ - મારે પૂછવું હતું કે તો પછી સંસારને છોડનાર કોણ ?
પૂજ્ય ભાઈશ્રી - એવી વાત છે જરા. બીજું એમાં શું છે ? બહુ સહજ અને સ્વભાવિક. આમ અટપટું લાગે પણ બહુ સહજ અને સ્વભાવિક એમાં એ વાત છે કે આત્માનું જે મૂળ સ્વરૂપ લક્ષગોચર થાય છે એ સ્વરૂપ જ એવું કોઈ અદ્ભુત અને અસાધારણ આશ્ચર્યકારી છે કે યથાર્થપણે એ લક્ષમાં આવતા એના સિવાયનું બધું ભૂલી જ જવાય, લક્ષમાંથી છૂટી જ જાય. આ એક સહજતા છે આ વિષયની.