________________
પત્રક-૩૧૭
૧૩૧ પૂજ્ય ભાઈશ્રી :- તો એ તો પતી ગયું. એ તો વળી એમાં તો કાંઈ બાકી રહ્યું જ નહિ પછી. પછી તો કાંઈ બાકી રહેતું નથી. જેને હજી લાભ મેળવવો છે એને તો લાભ મેળવવાની હજાર દુકાનો કરવી છે. એને એક પરિચય નથી કરવો. એને આખા જગતમાં જેટલું થાય એટલું બધું કરવું છે. અભિપ્રાયમાં તો એ છે. પછી પ્રાપ્ત સંયોગો અનુસાર કરે છે, પણ એને તો કાંઈ કરવામાં બાકી જ નથી રાખવું.
મુમુક્ષુ - હજી તો છોકરાઓના સગપણ કરવા છે.
પૂજ્ય ભાઈશ્રી - હા, પણ એ તો કરવા છે ઘણાય, પણ હવે કાંઈ પોતાની ઇચ્છા પ્રમાણે થોડું થાય છે ? અને એમ કરવાથી થાશે એવું કાંઈ થોડું છે ? એવું. કાંઈ નથી કે એમ પરિચય વધારવાથી જ થાય એવું કાંઈ નથી. સૌ પોતાના નસીબ લઈને આવ્યા છે. એના નસીબ નથી કાંઈ ? એના પૂર્વકર્મ નથી કાંઈ ? કે પોતે એનું પૂર્વક ઘડે છે? પૂર્વકર્મ અનુસાર છે. વિકલ્પ ઊઠે તો એ જુદી વાત છે. એ પોતાનું કારણ છે. પોતાના પૂર્વકર્મનું કારણ છે. બાકી કરી શકે છે એ વાતમાં તો કાંઈ માલ નથી. એટલે તો આ કહે છે કે બે દ્રવ્ય ભિન્ન છે એ વાત મુખ્ય રાખી છે ? કે હું કરી શકું છું એ વાત મુખ્ય છે ? હું કરી શકું છું એમ લઈને ફરવું છે. એ તો પત્ર છે, પત્ર તો એ ચાલે છે.
મુમુક્ષુ :- ટ્રસ્ટના કાર્યો હોય, સેવાના કાર્યો હોય... પૂજ્ય ભાઈશ્રી :- કોઈને એક જાતનો રાગ હોય છે. જોકે એમાં શુદ્ધ માણસો ઓછા હોય છે. કોઈ માન ખાતર કરે છે, કોઈ બીજા હેતુ ખાતર કરતા હોય છે. પણ છતાં માનો કે કોઈ માન ખાતર ન કરતા હોય અને લોભ ખાતર પણ ન કરતા હોય તો પણ એક જાતનો એ રાગ છે, બીજું કાંઈ નથી. એ સિવાય એથી વધારે કિાંઈ નથી એમાં.
મુમુક્ષુ :- વિદ્યાલય ચલાવવાનું કામ.
પૂજ્ય ભાઈશ્રી :- એમાં કાંઈ નથી. એ બધા રાગના પ્રકાર જુદાં જુદાં, ભિન્નભિન્ન રાગના પ્રકાર છે. કરી શકે છે કાંઈ ? સેવાનો રાગ કરે. સેવા કરી શકે છે ? વિદ્યાલય ચલાવવાનો વિકલ્પ થાય, રાગ થાય એટલે ચલાવી શકે છે ? કરી શકે છે એ વાતમાં કાંઈ માલ નથી.
મુમુક્ષુ :- અભિમાન આવ્યા વિના રહે નહિ.