________________
૨૦૮
ચજહૃદય ભાગ-૫ ભાગ કહી શકાય. ૪૦ આસપાસ. પણ ૨૨૫નો ગાળો તો યુવાવસ્થાનો હજી તો શરૂઆતનો Period છે. યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે. એટલે કે આ અવસ્થામાં તો ઘણી મહાત્વકાંક્ષાઓ સામાન્ય રીતે મનુષ્યને હોય છે. ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરમાં તો દુનિયાભરની મહત્વકાંક્ષાઓ ઉત્પન્ન થાય છે અને એમ થાય કે લાવ આકાશને પાટું મારું. યુવાવસ્થા છે ને !
તથાપિ એ કોઈની આત્મભાવે અમને કંઈ ઇચ્છ ઉત્પન થતી નથી. એ એક મોટું આશ્ચર્ય જાણી વર્તીએ છીએ; એવી જ કોઈ સ્વરૂપસ્થિતિ થઈ ગઈ છે. સ્વરૂપની શાંતિ વર્તે છે. એવો કોઈ મહાવિવેક પ્રગટ્યો છે કે એ બધા દુઃખભાવોને તો ક્યાંયના. ક્યાંય મૂકી દીધા છે. એનાથી તો કેવળ ઉદાસીનતા જાણે થઈ ગઈ છે. એટલે એવી કોઈ ઇચ્છા અમને ઉત્પન્ન થતી નથી. આત્મભાવે પાછી એમ. આત્મભાવે નથી. થોડો જે વિકલ્પ છે, પ્રવૃત્તિ ચાલે છે (એ) આત્મભાવે નથી, એમ કહે છે.
આત્મભાવે કોઈ ઇચ્છા ઉત્પન્ન થતી નથી. એ એક મોટું આશ્ચર્ય જાણી વર્તીએ છીએ;.' અને એ સહજ છે. આશ્ચર્ય એટલા માટે છે કે એ સહજ છે. કોઈ દમન કરીને, કોઈ પરાણે પોતાના પરિણામને રોકી રાખે છે, બળજબરી કરે છે અને એ રીતે સહન કરે છે એમ નથી. સહેજે નીરસ પરિણામ વર્તે છે. એવી અંદરમાં આત્માની શાંતિના આત્મરસના પરિણામ વર્તે છે.
અને એ પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિ અને સમાન થયાં જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. એ પદાર્થોની પ્રાપ્તિ હો, ન હો તમારા આત્માના વિષે એથી કોઈ અમને ફેર પડતો નથી. એના સંયોગ હો, એના વિયોગ હો; ગમે તે સંયોગ વિયોગમાં ફેરફાર થાવ, અમને તો એનો વિકલ્પ જ નથી. એ વિષે અવિકલ્પ નામની સમાધિ વર્તે છે. એટલું સમાધાન વર્તે છે કે વિકલ્પ જ નહિ જાણે.
પ્રશ્ન :- અવિકલ્પ અને નિર્વિકલ્પમાં ફેર છે ?
સમાધાન - થોડોક ભાવથી લેવું હોય તો લઈ શકાય. આમ તો એકાઈમાં છે પણ ભાવથી લેવો હોય તો લઈ શકાય. સ્વરૂપ અવિકલ્પ છે. નિર્વિકલ્પમાં શું છે કે વિકલ્પ હતો એનો દશામાંથી નાશ કર્યો એટલે વિકલ્પને નિર્વિકલ્પ કર્યો પણ સ્વરૂપમાં તો વિકલ્પ જ નહોતો, સ્વરૂપ તો પહેલેથી જ વિકલ્પ વિનાનું છે એટલે અવિકલ્પ તો સ્વરૂપ છે, એમ. નિર્વિકલ્પપણું દશાને લાગુ પડે. સ્વરૂપ તો અવિકલ્પ