________________
૨૧૨
રાજહૃદય ભાગ-૫ મુમુક્ષુ - કહેવાય છેને કે તમાશાને તેડું ન હોય.
પૂજ્ય ભાઈશ્રી - તમાશાને તેડું ન હોય. તો એમણે શું છે કે શૃંગારમાર્ગ શરૂ કર્યો. વલ્લભાચાર્યે શૃંગારમાર્ગ શરૂ કર્યો. આંગીને ૫૦૦ વર્ષ જ થયા, બસ ! એમ વલ્લભાચાર્યને ૫00 વર્ષથી વધારે નથી થયા. યુ.પી.ના, યુ.પી. પાસે કાનપુર પાસે એક ગામ છે ત્યાંના બંને એક જ ગામના છે. એક જ ગામના બે વ્યક્તિ છે. જુદાં જુદાં કાળે થયા. બંનેએ પોતપોતાનો મત પ્રવર્તાવ્યો કે જે અત્યારે સારી રીતે વિદ્યમાન છે. એટલે એ શૃંગારમાં માણસો ત્યાં જવા માંડ્યા. તો કહે, આપણે આપણા ભગવાનને શૃંગાર કરો નહિતર લોકો ત્યાં ચાલ્યા જશે.
આ પરંપરા ટકાવવા માટે ખોટા સાધનનો ઉપયોગ થઈ ગયો. પરંપરા ટકાવવા માટે સાધનની ભૂલ કરી. (એવું) કોઈ દિવસ ન કરાય. કેમકે એમાંથી સરવાળે શાસનને નુકસાન જ થાય, બીજું કાંઈ ન થાય. કોઈપણ પરંપરા ટકાવવા માટે સાધનની ભૂલ નહિ કરવી જોઈએ. - હવે આપણે આપણો વિચાર કરીએ કોઈની થકા નથી કરવી. સમજવા માટે. ગુરુદેવ એક યુગપુરુષ થયા. હજારો માણસો આકર્ષિત થયા. ટોળે ટોળા આવવા માંડ્યા. બધા કાંઈ સમજદાર માણસો આવે છે એવું તો બનતું નથી. એ તો ખ્યાલ આવી જાય છે લોકોની સમજણ કેટલી છે. તો કહે હવે એમણે શું શરૂ કર્યું ? તો કહે, સ્વાધ્યાય શરૂ કરાવ્યો. તો કહે, સ્વાધ્યાયની પરંપરા ચલાવો. તત્ત્વના અભ્યાસની પરંપરા ચાલવી જોઈએ. શાસ્ત્રો છપાવવા, શાસ્ત્રો વસાવવા અને શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવો. આ ત્રણે કાર્ય બરાબર છે પણ એમાં ક્યાંય સાધન ખોટું નહિ અપનાવવું જોઈએ. યોગ્ય સાધનથી એ કાર્ય થવું જોઈએ. ખોટા સાધનથી કોઈ કામ નહિ થવું જોઈએ. સાધન જો ખોટું પકડ્યું તો) બહું મોટું નુકસાન થાય. આનો વિચાર ભાગ્યે જ અનુસરનારા અનુયાયીઓમાં થાય છે અને એના કારણે આ બધા લોચા પાર વગરના ઊભા થાય છે. સરવાળે શાસનને બહુ મોટું નુકસાન એમાં થાય છે. આ પરિસ્થિતિ છે. એ બધી ચર્ચા આ વખતે કરી છે, બધું ઉપદઘાતમાં નાખ્યું છે.
મુમુક્ષુ – સ્થાનકવાસીને ૫૦૦ વર્ષ થયા.
પૂજ્ય ભાઈશ્રી :- હા, એને ૫૦૦ વર્ષ થયા. સ્થાનકવાસીને ૫૦૦ વર્ષ થયા. છે. એ તો એક શું છે અહિંસાના છળમાંથી ઊભો થયેલો સંપ્રદાય છે. બને એટલી