________________
પત્રાંક–૩૨૯
૨૧૯
ઘણું કરીને ઉત્તર લખવાનું પણ બનતું નથી....' કે તમને એવી વાતનો ઉત્તર લખીએ. એ દોષ કહો કે ગુણ કહો પણ ક્ષમા કરવા યોગ્ય છે.' કેવી વિચક્ષણતાથી વાતો મૂકે છે ! કે અમારી દશા એવી છે કે આવી વાતોમાં અમારો ઉપયોગ ચાલતો નથી. અને જ્યાં અમારો ઉપયોગ ચાલતો નથી એનો ઉત્તર અમે તમને શું લખીએ ? કદાચ તમને ખોટું લાગે તો દોષ ગણજો. તમને એમ લાગ કે ના, મારા હિતની વાત છે તો ગુણ ગણજો. જે ગણો એ, તમને ઉત્તર ન મળે એની ક્ષમા માગી લઈએ છીએ. કલમ કેવી ચાલી છે !
‘સોભાગભાઈ’ લગભગ રોજ કાગળ લખતા હતા. એમનો જીવ ‘શ્રીમદ્’માં લાગેલો રહેતો હતો. સંસારમાં પ્રતિકૂળતા ઘણી હતી પણ તેમનો જીવ ત્યાં હતો. રોજ કાગળ ઢસડે, રોજ લખે. રોજ લખે એટલે કે જ્ઞાનીને એવો કાગળ લખાય કે ન લખાય એવો કોઈ દિવસ એમણે વિચાર નથી કર્યો. એમના પત્રો વાંચ્યા, વવાણિયા’ ની અંદર લગભગ ૮૦ જેટલા પત્રો વાંચ્યા. નવાઈ લાગે આપણને. કાલે સવારે વહેલું પાંચ વાગ્યે ઊઠીને ઉઘરાણીએ જાવું છે. ગાડા રસ્તે આટલા કલાક થાશે. બાજુના ગામડાનું કોઈ નામ હોય. પાછા વળતા લગભગ રોંઢાનો ટાઇમ થશે. ચાર વાગે માંડ ઘરે પાછા આવશું. એવી બધી વાતો લખી છે. કોઈને નવાઈ લાગે જ્ઞાનીને આવી વાતો લખવાનો શું અર્થ છે ? કોઈ તત્ત્વની વાત (લખે તો બરાબર છે). આપણે તો શું છે એક બીજી રીતે ‘ગુરુદેવ’ પાસે તૈયાર થયેલા છીએ. કોઈ તત્ત્વની વાત જ્ઞાની પાસે કો, કોઈ આત્માના પ્રયોજનની કરો. હું ઉઘરાણીએ જઈશ, વહેલો ઊઠીને જઈશ, ગાડામાં બેસીને જઈશ. પાછો આવીશ ત્યારે આટલો વખત લાગશે. આની પાછળ એના પરિણામ શું કામ કરે છે ? બહુ ઊંડેથી વિચારવા જેવો વિષય છે, હોં ! કે એને પોતાની ‘શ્રીમદ્' પ્રત્યે એટલું બધું સમર્પણ હતું કે મારા એકેક પરિણામની હું એમને વાત કરી દઉં. મારા પિરણામના જીવનની કિતાબના પાના ખુલ્લા કરી નાખું. એટલી સરળતા અને સમર્પણતા છે એની અંદર ! બહુ મોટો ગુણ છે એ. એમણે એ પદ્ધતિ અપનાવી છે કે મારે એમની આજ્ઞા બહાર જરાય ચાલતું નથી. એક શ્વાસોશ્વાસ ચાલે એની આજ્ઞા બહાર, બાકી કાંઈ ન ચાલે. મારા મન-વચનકાયાના કોઈ પરિણામ ન ચાલે. શ્વાસોશ્વાસનો બીજો ઉપાય નથી. એ આજ્ઞા બહાર પણ ચાલવાના છે. એવી એક ‘સોભાગભાઈ’ની સરળતા અને સમર્પણબુદ્ધિ જબરજસ્ત