________________
૨૨૪
નજીકપણું પણ નહિ થાય એવી પરિસ્થિતિ આવે.
પોતાના દૃષ્ટાંતથી કહ્યું કે, અમને પણ ઉપાધિ ઘણી છે પણ મમત્વ નથી.–સ્વામીત્વ નથી–પોતાપણું એમાં લાગતું નથી એટલે ગમે તે ઊથલપાથલ થાય તો એનો ગભરાટ અમને આવતો નથી. અને મમત્વ હોય ત્યાં ગભરાટ આવ્યા વિના રહે નહિ. આ સીધી વાત છે. છતાં પણ થોડોઘણો જે ઉપયોગ દેવો પડે છે અને સાધનાને એટલી ગૌણ રાખવી પડે છે એનો અમને શોચ રહે છે, એનો ખેદ રહે છે કે અમને તો એવું હોવું જ ન જોઈએ. એકાંતે અમે અમારા સ્વરૂપનું જ આરાધન કરીએ એવો પ્રકાર કાં નહિ ? જ્યારે અંદરથી આત્મા આટલો તૈયાર થઈ ગયો છે તો પછી એકલા આત્મકાર્યને વિષે સર્વકાળને વિષે એવો જ પ્રકા૨ અમારો થાય એમ કાં થતું નથી ? એનો પોતાને ખેદ રહે છે.
ચજહૃદય ભાગ-૫
પત્રક. ૩૩૦.
મુંબઈ, માહ, ૧૯૪૮
કિસનદાસાદિ જિજ્ઞાસુઓ,
દીર્ઘ કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે; અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યક્ત્વ હોય છે.
જિને બાવીશ પ્રકારના પરિષહ કહ્યા છે, તેમાં દર્શનપરિષહ નામે એક પરિષહ કહ્યો છે, તેમજ એક બીજો અજ્ઞાનપરિષહ નામનો પરિષહ પણ કહ્યો છે. એ બન્ને પરિષહનો વિચાર કરવા યોગ્ય છે; એ વિચાર કરવાની તમારી ભૂમિકા છે; અર્થાત્ તે ભૂમિકા (ગુણસ્થાનક) વિચારવાથી કોઈ પ્રકારે તમને યથાર્થ ધીરજ આવવાનો સંભવ છે.
કોઈ પણ પ્રકારે પોતે કંઈ મનમાં સંકલ્પ્ય હોય કે આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ, તો સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, તો તે સંકલ્પેલું પ્રાયે (જ્ઞાનીનું સ્વરૂપ સમજાયે) ખોટું છે, એમ જણાય છે.