________________
૨૨૮
રાજહૃદય ભાગ-૫ વિચારવાથી...” ભૂમિકા એટલે ગુણસ્થાન, છે પહેલું ગુણસ્થાન, પણ એ પહેલું ગુણસ્થાન છૂટવાની તૈયારીવાળું છે તે ભૂમિકા ગુણસ્થાનક) વિચારવાથી કોઈ પ્રકારે તમને યથાર્થ ધીરજ આવવાનો સંભવ છે. એમાં આકુળતા વધે છે. અજ્ઞાન અને મિથ્યાશ્રદ્ધાનો અભાવ થતો નથી એની જે આકુળતા છે એમાં પણ ધીરજ કર્તવ્ય છે. આવી બે તરફી વાત છે. એનું દુઃખ ન લાગે તોપણ યથાર્થ ભૂમિકા નથી. એનું દુઃખ લાગે અને અધીરજ થાય અને મુંઝાય તો એવી મૂંઝવણ પણ વધારવા જેવી નથી. એ પણ ધીરજથી એ પરિષહ વેદીને પાર ઊતરવા જેવું છે. એવી થોડી સૂક્ષ્મ વિષયની વાત અહીંયાં લીધી છે. એવા જીવને એવી મૂંઝવણ ન થવી જોઈએ કે એની મતિ મૂંઢાઈ જાય. તેમ એને આકુળતા ન થાય એવું પણ બને નહિ, એનું દુઃખ ન લાગે એવું પણ બને નહિ. દુઃખ લાગે તો ઘણી અધીરજ થાય અને તે અધીરજને લઈને કોઈ એને વિશેષ તીવ્ર આકુળતામાં પોતાનું જ્ઞાન અવરાય એ પ્રકારમાં પણ એ ન આવે. એવો એક સૂક્ષ્મ પ્રકાર અજ્ઞાનપરિષહનો અને દર્શનપરિષહનો છે.
મુમુક્ષુ - જ્ઞાનને અજ્ઞાન લગાવ્યું છે, દર્શનને અદર્શન નથી લગાવ્યું.
પૂજ્ય ભાઈશ્રી - નહિ એવું કાંઈ નથી. દર્શનપરિષહ અને અજ્ઞાનપરિષહ. દર્શનપરિષહ એટલે મિથ્યાશ્રદ્ધા સંબંધીનો પરિષહ એમ આપોઆપ જ લેવું. એમાં શું છે કે શાસ્ત્રના જે પારિભાષિક શબ્દો છે એ આગમના શબ્દોને ફેરવવાનો બહુ કોઈ જ્ઞાનીનો કે વિદ્વાનોનો એ પ્રયત્ન નથી હોતો. એનું અર્થઘટન સમ્યકમ્રકારે કરે એટલી વાત છે.
ચતુર્થ ગુણસ્થાન છે. ચતુર્થ ગુણસ્થાનનું નામ ગુણવાચક છે કે અવગુણવાચક છે. એક બાજુથી ચતુર્થ ગુણસ્થાનમાં કોઈ પ્રવેશ કરે તો એને જિનેશ્વરના લઘુનંદન કહીને ઘણા જ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આચાર્યોએ, મુનિઓએ સમ્યક્દષ્ટિને વંદન કરવા સુધીના પદો રચી નાખ્યા છે, શ્લોકો રચ્યા છે. પણ આગમની અંદર આગમ ભાષામાં એ ગુણસ્થાનને અવગુણવાચક ગુણસ્થાન તરીકે નામ પાડ્યું છે. એ નામ હજી સુધી કોઈ ફેરવતું નથી. અવિરત સમ્યક્દષ્ટિ. તો અવિરત છે એ ગુણ છે કે અવગુણ છે ? કે અવગુણ છે.
એટલે તો અમે આની અંદર ચર્ચા કરી છે, “દંસણ મૂલો ધમ્મો’ માં એની ચર્ચા કરી છે કે સમ્યક્દૃષ્ટિ અને અવિરતી ? આવું કેમ ? પછી “ગોમટસારનો આધાર