________________
૨૨૬
રાજહૃદય ભાગ-૫
કે ભોક્તા છે એમ પ્રમાણથી જણાય, “મોક્ષ છે એમ જે પ્રમાણથી જણાય છે અને તેનો ઉપાય છે એમ જે પ્રમાણથી જણાય, તે વારંવાર વિચારવા
યોગ્ય છે. “અધ્યાત્મસારમાં અથવા બીજા ગમે તે ગ્રંથમાં એ વાત રે હોય તો વિચારવામાં બાધ નથી. કલ્પનાનો ત્યાગ કરી વિચારવા યોગ્ય છે.
જનકવિદેહીની વાત હાલ જાણવાનું ફળ તમને નથી. બધાને અર્થે આ પત્ર છે.
હવે ૩૩૦ મો પત્ર છે. એ ખંભાત' ના કેટલાક મુમુક્ષુઓ ઉપર છે. એમાં ‘કિસનદાસભાઈ ને ઉદેશીને પત્ર લખ્યો છે. “દીર્ઘ કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે, અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યકત્વ હોય છે. નિશ્ચય સમ્યકત્વને બોધનું બીજ કહ્યું છે. કેવળજ્ઞાનને સર્વાગ બોધ કહ્યો છે અને એનું બીજ છે એ સમ્યકત્વ છે, સમ્યકજ્ઞાન જે પ્રગટ થયું તે ક્યારે સમ્યગ્દર્શન પ્રગટે ? કે “દીર્ઘ કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી.” ઘણા લાંબા કાળ સુધી કોઈ સત્પરુષના યોગે યથાર્થપણે બોધ ગ્રહણ કરવાની વૃત્તિથી સારો એવો સમય વ્યતીત કર્યો હોય તો એનું ફળ સમ્યગ્દર્શન આવવાનો સંભવ છે. પ્રાયે એટલે ઘણું કરીને એને પ્રાપ્તિ થાય જ.
મુમુક્ષુ – નિશ્ચય શબ્દ વાપર્યો. પૂજ્ય ભાઈશ્રી – હા. નિશ્ચય સમ્યકત્વ. મુમુક્ષુ - ક્યાંય એક અક્ષર ચૂકતા નથી.
પૂજ્ય ભાઈશ્રી - પેલી વાત નથી–દેવ-ગુરુ-શાસ્ત્ર-શ્રદ્ધાની વાત નથી. નિશ્ચય સમ્યક્ત્વ થાય.
અહીંયાં તો શું કહેવું છે ? આ પત્રની અંદર પોતે સમ્યગ્દર્શનની પૂર્વભૂમિકાની અહીંયાં એક ચર્ચા કરે છે. જિને બાવીશ પ્રકારના પરિષહ કહ્યા છે, તેમાં દર્શનપરિષહ નામે એક પરિષહ કહ્યો છે...” મિથ્યાદર્શનનો પરિષહ પરિષહ એટલે પ્રતિકૂળ ભાવ,