________________
૨૩૦
રાજહૃદય ભાગ-૫ પૂજ્ય ભાઈશ્રી :- એ તો મોક્ષમાર્ગની વાત થઈ, એ મોક્ષમાર્ગની વાત થઈ. અહીંયાં તો સમ્યગ્દર્શન પહેલાં મુમુક્ષુની ભૂમિકામાં...
મુમુક્ષુ – હા, વાત તો બરાબર છે પણ પેલી અવિરત સમ્યગ્દષ્ટિની વાત થઈને...
પૂજ્ય ભાઈશ્રી - હા, ચારિત્રમાં કર્મધારા છે, ત્યાં કર્મધારાની મુખ્યતા છે. એટલે બહારની અંદર એટલી સ્વરૂપ સ્થિરતા નથી કે પરપદાર્થના ગ્રહણનો વિકલ્પ ન ઊઠે. પરપદાર્થના ગ્રહણનો વિકલ્પ તે અત્યાગભાવ છે અને સ્વરૂપસ્થિરતા અને વીતરાગતાની વૃદ્ધિને લીધે જે-તે વિકલ્પનો ગુણસ્થાન અનુસાર અભાવ થાય એને ત્યાગ કહેવામાં આવે છે. ગ્રહણ કરવાનો વિકલ્પ જ ઉત્પન્ન ન થાય. મોક્ષમાર્ગમાં અને મોક્ષમાર્ગ વગરના ત્યાગમાં ફેર આ છે કે મોક્ષમાર્ગી જીવને સ્વરૂપસ્થિરતા અને વીતરાગતાના સભાવને લીધે વિભાવ ઉત્પન્ન થતો નથી, બુદ્ધિપૂર્વક વિકલ્પ જ ઉત્પન્ન થતો નથી.
જ્યારે મિથ્યાત્વ અવસ્થામાં એટલો જ ત્યાગ કોઈ કરે, પંચમ ગુણસ્થાનને યોગ્ય દીક્ષા કે ત્યે કે છઠ્ઠા ગુણસ્થાનની દીક્ષા લે તોપણ એને વિકલ્પ ઊઠે પણ એ વિકલ્પને એ દબાવે છે, એ વિકલ્પને એ બીજા વિકલ્પથી રોકે છે. જેમકે મુનિ હોય તો ઉપસર્ગ, પરિષહ એને પડે. ક્ષધાપરિષહ, તૃષાપરિષહ અથવા કોઈ ઉપસર્ગ કરે દેહ, મનુષ્ય, તિર્યકત કોઈ પરિષહ પણ હોય, ઉપસર્ગ પણ થાય તો એવા કાળે એ એમ વિચારે છે કે હું તો જૈન મુનિ છું. ઉપસર્ગ અને પરિષદને સહન કરવા તે મારો ધર્મ છે. કેમકે હું જૈન મુનિ છું. એમ એક વિકલ્પના આશ્રયે, મંદ કષાયના વિકલ્પના આશ્રયે તીવ્ર કષાયમાં જતા અટકે છે. આ બાહ્ય ત્યાગની મિથ્યાત્વની સ્થિતિ હોય છે..
જ્યારે સમ્યકત્વ અવસ્થામાં એમ નથી. ત્યાં તો હું મુનિ પણ નથી ને શ્રાવકે પણ નથી. “ પત્તો ન મો’ હું તો જ્ઞાયકભાવ છું. મારે અને ઉદયને કઈ લેવા દેવા નથી, ભિન્ન ભિન્ન છું. ઉદયની સાથે મારે કોઈ સંબંધ નથી. હું તો અનઉદય સ્વરૂપ છું અને હું અનઉદય ભાવમાં રહું એ જ મારો ધર્મ છે.
મુમુક્ષુ - એવો વિકલ્પ પણ નથી.
પૂજ્ય ભાઈશ્રી - એવો વિકલ્પ નથી, સહજ જ છે, એવું પરિણમન સહજ છે. વિકલ્પ હોય તોપણ ઠીક, ન હોય તોપણ ઠીક. પરિણમન બને વખતે સહજ છે. કોઈ વખત વિકલ્પ ઊઠે પણ, ન જ ઊઠે એવું કાંઈ નથી. ન હોય તો પણ એને