________________
પત્રાંક-૩૩૦
૨૨૯ લીધો છે. કેમકે આ તો કરણાનુયોગના આગમનો શબ્દ છે. આગમભાષા અને અધ્યાત્મ ભાષા. અધ્યાત્મભાષામાં ગુણવાચક શબ્દો ઘણા છે. આગમભાષામાં આ અવગુણવાચક શબ્દ છે. શાસ્ત્રની અંદર ભાષાની બે શૈલી છે. મુખ્યપણે બે શૈલી છે. એક અધ્યાત્મભાષા શૈલી અને એક આગમભાષાની શૈલી. એમાં આ આગમભાષામાં જાય છે. ૩૨૦ ગાથામાં “જયસેનાચાર્યે ટીકાની અંદર એ વાત લીધી છે. આગમભાષાએ કહીએ તો આમ છે, અધ્યાત્મભાષાએ કહીએ તો આમ છે એમ કરીને વાત લીધી છે ને
શુદ્ધોપયોગની બાબતમાં એ વાત લખી છે. તે પરિણમન સમ્યકશ્રદ્ધા અને જ્ઞાન અને આચરણ, સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે પર્યાય છે તે પરિણમન આગમભાષાથી ઔપથમિક, ક્ષાયોપશમિક તથા ક્ષાયિક એવા ભાવત્રય કહેવાય છે અને તે પરિણમન અધ્યાત્મ ભાષાથી શુદ્ધાત્મ અભિમુખ પરિણામ, શુદ્ધોપયોગ ઇત્યાદિ પર્યાયસંજ્ઞાએવા પર્યાયનું નામ પામે છે. એમ આગમભાષાના નામ, અધ્યાત્મભાષાના નામ એક જ પર્યાયને અનેક પ્રકારે શાસ્ત્રની અંદર નામથી કહેવામાં આવી છે. એક જ પર્યાયને આગમભાષાના નામ છે, અધ્યાત્મભાષાના પણ નામ છે. સંજ્ઞા એટલે નામ.
એ અવિરતપણું છે એ આગમભાષાનો શબ્દ છે. અધ્યાત્મભાષાનો શબ્દ નથી. ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક એ આગમભાષાનો શબ્દ છે. એમ અવિરતપણું એ પણ આગમભાષાનો શબ્દ છે. ક્યા આગમનો છે ? કે કરુણાનુયોગના આગમનો. ત્યાં ગોમટસારની અંદર પોતે ચર્ચા કરી છે કે પંચમ ગુણસ્થાન અને છઠ્ઠા-સાતમા ગુણસ્થાનને યોગ્ય ચારિત્ર નહિ હોવાથી અને છતાં ચતુર્થ ગુણસ્થાનને યોગ્ય ચારિત્ર છે એ વાત સ્થાપીને ઉપરની દશાના ચારિત્રનો અભાવ દર્શાવવા માટે અહીંયાં અવિરત સમ્યક્દૃષ્ટિ એવું નામ કહીએ છીએ. કેવી ચર્ચા કરી છે પોતે. નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તી એ અવિરતપણા ઉપર ચર્ચા કરી છે.
મુમુક્ષુ - ભાવાર્થમાં કોઈ ફેર નથી એ Clear કરવા માટે વાત કરી હતી). પૂજ્ય ભાઈશ્રી - નહિ કોઈ ફેર નથી. દર્શનપરિષહ એ મિથ્યાશ્રદ્ધાનનો પરિષહ છે. અજ્ઞાનપરિષહ એ મિથ્યાજ્ઞાનનો પરિષહ છે એમ લેવું.
મુમુક્ષુ :- પદાર્થજ્ઞાનનું ક્યાંક આવે છે કે ક્યારેક જ્ઞાનધારા આગળ કરે છે, ક્યારેક ચારિત્રધારા આગળ કરે છે. બે ધારા...