________________
પત્રાંક–૩૩૦
૨૨૭ પ્રતિકૂળ પ્રસંગ, પ્રતિકૂળ ઉદય એને પરિષહ કહે છે. તો મિથ્યાત્વનો જે ઉદય છે એની પ્રતિકૂળતા લાગે છે અને દર્શનપરિષહ કહ્યો છે. દર્શન એટલે અહીંયાં શ્રદ્ધા લેવું. મિથ્યાશ્રદ્ધા એ પ્રતિકૂળ લાગે છે અને એ પ્રતિકૂળ દશામાં રહેવું જીવને પસંદ નથી ત્યારે એ દર્શનપરિષહને વેદે છે, સહન કરે છે એમ કહેવાય છે.
“જિને બાવીશ પ્રકારના પરિષહ કહ્યા છે, તેમાં દર્શનપરિષહ નામે એક પરિષહ કહ્યો છે તેમજ એક બીજો અજ્ઞાનપરિષહ નામનો પરિષહ પણ કહ્યો છે. પોતાને વિષે સમ્યકજ્ઞાન પ્રગટ નથી થયું અને મિથ્યાજ્ઞાન વર્તે છે એનું દુઃખ, એવી જે પ્રતિકૂળતા. એનું દુઃખ, એને અજ્ઞાનપરિષહ કહે છે. સમ્યક્દર્શન અને સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થયા. પહેલાં મુમુક્ષુજીવ દર્શનપરિષહ અને અજ્ઞાનપરિષહમાંથી પસાર થાય છે.
મુમુક્ષુ - પોતે પસાર થયા છે.
પૂજય ભાઈશ્રી :- પોતે પસાર થયા છે. પોતે આગળ એક પત્ર લખી ગયા છે. એવો પરિષહ જે સમ્યગ્દર્શનની સમીપ આવે છે એવા જીવને ઉત્પન્ન થાય છે. એ વાત કરે છે. એવો દર્શનપરિષહ છે “એક બીજો અજ્ઞાનપરિષહ પણ કહ્યો છે. એ બન્ને પરિષહનો વિચાર કરવા યોગ્ય છે. એ પરિષહ કેવા હોય એનો વિચાર કરવા જેવો છે. એનો સૂક્ષ્મપણે વિચાર કરવો જોઈએ કે આ કેવા પ્રકારનો પરિષહ છે. પોતાને અન્ય પદાર્થને વિષે ઇષ્ટ-અનિષ્ટપણું થઈ જાય છે એ એને દુઃખદાયક લાગે છે. એ ભ્રાંતિ છે અથવા એ મિથ્યાત્વ છે અને એનું ફળ જન્મ-મરણની, અનંત જન્મ-મરણની સંતતિ છે–પરંપરા છે એવી ભયંકરતા એની ભાસે તો મંદ મિથ્યાત્વ હોય તોપણ એનું દુઃખ લાગે.
તીવ્ર મિથ્યાત્વમાં તો દર્શનપરિષહ અને અજ્ઞાનપરિષહ નથી આવતા પણ જેનું અજ્ઞાન પણ મટવાની તૈયારી થઈ છે અને જેનું મિથ્યાત્વ પણ મંદ થયું છે એને એ દશા પણ સુહાતી નથી, એ દશા પણ દુઃખદાયક લાગે છે અને એ દશા છોડવા માટે એનો તરફડાટ ઊભો થાય છે, આકુળતા થાય છે. એને દર્શનપરિષહ અને અજ્ઞાનપરિષહ કહેવામાં આવ્યા છે.
એ દર્શન પરિષહ અને અજ્ઞાન પરિષહ છે એ બન્નેનો વિચાર કરવા યોગ્ય છે. “એ વિચાર કરવાની તમારી ભૂમિકા છે.' શું કહે છે ? એનો વિચાર કરવાની અત્યારે તમારી ભૂમિકા છે. સામાની ભૂમિકા પકડે છે. “અર્થાત્ તે ભૂમિકા ગુણસ્થાન)