________________
પત્રાંક–૩૩૦
યથાર્થ બોધ એટલે શું તેનો વિચાર કરી, અનેક વાર વિચાર કરી, પોતાની કલ્પના નિવૃત્ત કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. અધ્યાત્મસાર’નું વાંચન, શ્રવણ ચાલે છે તે સારું છે. અનેક વાર ગ્રંથ વંચાવાની ચિંતા નહીં, પણ કોઈ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે એમ કરવું યોગ્ય છે.
પરમાર્થ પ્રાપ્ત થવા વિષે કોઈ પણ પ્રકારનું આકુળવ્યાકુળપણું રાખવું - થવું - તેને દર્શનપરિષહ' કહ્યો છે. એ પરિષહ ઉત્પન્ન થાય તે તો સુખકારક છે; પણ જો ધીરથી તે વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે.
તમે દર્શનપરિષહમાં કોઈ પણ પ્રકારે વર્તો છો, એમ જો તમને લાગતું હોય તો તે ધીરજથી વેદવા યોગ્ય છે; એમ ઉપદેશ છે. દર્શનપરિષહમાં તમે પ્રાયે છો, એમ અમે જાણીએ છીએ.
કોઈ પણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્યભાવનાએ, વીતરાગભાવે, જ્ઞાની વિષે પરમભક્તિભાવે સત્શાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે.
કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધ મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઇચ્છા, કરવી નહીં; અર્થાત્ કંઈ પણ પ્રકારના દિવ્યતેજ્યુક્ત પદાર્થો ઇત્યાદિ દેખાવા વગેરેની અચ્છા, મન:કલ્પિત ધ્યાનાદિ એ સર્વ સંકલ્પની જેમ બને તેમ નિવૃત્તિ કરવી.
“શાંતસુધારસ’માં કહેલી ભાવના, ‘અધ્યાત્મસારમાં કહેલો આત્મનિશ્ચયાધિકાર એ ફરી ફરી મનન કરવા યોગ્ય છે. એ બેનું વિશેષપણું માનવું.
આત્મા છે' એમ જે પ્રમાણથી જણાય, આત્મા નિત્ય છે' એમ જે પ્રમાણથી જણાય, આત્મા કર્તા છે' એમ જે પ્રમાણથી જણાય, આત્મા
અમ
૨૨૫