________________
પત્રાંક ૩૨૯
૨૨૩
ઉપાધિ પ્રસંગ વિષે લખો છો પણ અમારું ચિત્ત અને અમારો અભિપ્રાય એ બાજુ જરા પણ તમને વધારે વિચારમાં કે વધારે ચિંતામાં કે વધારે રસ લ્યો એ પ્રકારે મૂકવામાં અમારું જરાપણ વલણ નથી એમ કહેવું છે. અને તેથી ઉત્તર નથી લખતા. તેને દોષ ગણો, ઉત્તર ન મળે એટલે એને દોષ ગણો તોપણ ક્ષમા કરવા યોગ્ય છે. તમારું હિત જોઈને પ્રવર્તીએ છીએ એને ગુણ ગણો તોપણ ક્ષમા કરજો. પોતે તો ક્ષમા માગી લ્યે છે.
મુમુક્ષુ :– કોઈ સંયોગ માટે ટ પ્રાપ્તિ થાય અવા ભાવ છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા, પણ ત્યાં રસ તીવ્ર થશે. અનુકૂળતા જટ મળી જાય તો રસ તીવ્ર થશે. રસ તીવ્ર થશે તો મિથ્યાત્વ સંબંધીનું નુકસાન થશે એ ખ્યાલમાં– લક્ષમાં હોય તો ઘણો ફરક પડે અને એ વાત લક્ષમાં જ ન હોય તો એને પોતાને એમ ને એમ જ આગળ વધી જવાય છે. અંધારામાં ઊલટી દિશામાં કેટલો આગળ વધે છે એની પોતાને ખબર નથી પડતી, એવું બને છે.
વળી, એ વાતનું પણ ધ્યાન નથી રહેતું કે અનંત કાળમાં નહિ પ્રાપ્ત થયું એવું સમ્યક્ત્વ પ્રાપ્ત થવાની આ એક બહુ તક છે અને તક છે એટલે એના માટે સમય બહુ ઓછો આપેલો છે. બહુ ઓછા સમયમાં એ કામ થાય એવી પરિસ્થિતિમાં જરાપણ એ કામ થવાથી વિરુદ્ધ ન જવાય એટલું (લક્ષમાં રહેવું જોઈએ.) પણ વિરુદ્ધ જવાનું તો બિલકુલ કોઈપણ પ્રકારે બનવું ન જોઈએ એટલું તો પોતાને ખ્યાલમાં, લક્ષમાં રહેવું જોઈએ. એ લક્ષમાં નથી. એનો અર્થ એમ છે કે વર્તમાન મનુષ્ય પર્યાયમાંથી જાણે હું છૂટવાનો જ નથી એવો ભાવ પર્યાયબુદ્ધિમાં તીવ્ર થઈ જાય છે. અનિત્યમાં નિત્યતા તીવ્રપણે સ્થપાય જાય છે. પરિણામ એ આવશે કે એમાંથી દુઃખ ઘણું વધશે. અનિત્ય કાંઈ નિત્ય થાશે નહિ અને અનિત્ય અનિત્ય તરીકે થઈને ઊભું રહેશે ત્યારે એનો પ્રત્યાઘાત પરિણામ ઉપર એટલો મોટો આવશે કે તીવ્રમાં તીવ્ર પાછા કર્મબંધન થાય એવા પરિણામ પોતે કરી બેસશે. એટલે એનો સર્વાંગ વિચાર કરવા જેવો છે અને કોઈપણ કામના પ્રસંગમાં તીવ્ર ૨સ ન થાય, મંદ ૨સે પ્રવૃત્તિ થાય એટલું ઓછામાં ઓછું સહજ થઈ જાય, પ્રયત્નપૂર્વક પણ સહજ થઈ જાય એવી તો મુમુક્ષુની ભૂમિકા થવી જોઈએ તો આગળ સ્વભાવ સમીપ અને સમ્યગ્દર્શન સમીપ જવાનો અવસર છે. નહિત૨ નજીક જવાનો અવસર નથી. પ્રાપ્ત કરવાની વાત તો બહુ દૂર છે પણ