________________
પત્રાંક-૩૨૯
૨૨૧ લખો છો તે જોકે વાંચવામાં આવે છે પણ એની કોઈ અસર અમને પડતી નથી. એ સંબંધી અમે ઉત્તર પણ લખતા નથી. કેમકે એમાં તમને રસ લેવડાવવો નથી. તમારો રસ ત્યાંથી ઉડાડી દેવો છે. તમે વધારે રસ લ્યો એમ તમારી અનુકૂળતાપ્રતિકૂળતાની ચર્ચામાં અમારે રસ નથી લેવો કે તમને વધારે રસ આવે.
સોગાનીજીએ લખ્યું છે ને એક પત્રમાં ? “અમારી સાંસારિક વાતોમાં તમને રસ આવે એ અમને રુચતું નથી.” કુદરતી જ એ વાત હોય છે. એની કાંઈ કિમત નથી. જે સંયોગ-વિયોગની કાંઈ કિમત નથી એમાં અમે રસ નથી લેતા, તમે શું કિરવા રસ લ્યો છો ? એમ કહે છે.
સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી. તમને ઉપાધિ છે, અમને પણ ઘણી ઉપાધિ છે. “તથાપિ તેમાં સ્વપણું રહ્યું નહીં હોવાથી..” એમાં અમને મમત્વ નહિ હોવાથી, પોતાપણું નહિ હોવાથી. તેથી ગભરાટ ઉત્પન્ન થતો નથી. ગભરાટ ક્યાં થાય ? પોતાપણું આવે ત્યાં જ ગભરાટ થાય, પોતાપણું ન હોય ત્યાં ગભરાટ થાય નહિ. ગમે તેટલું નુકસાન બીજાના ઘરમાં, પાડોશીના ઘરમાં થાય કોઈ કાંઈ વિચાર કરતો નથી. તે ઉપાધિના ઉદયકાળને લીધે હાલ તો સમાધિ ગૌણભાવે વર્તે છે અને તે માટેનો શોચ રહ્યા કરે છે. એટલે ઉપયોગ દેવો પડે છે, એટલી ઉપયોગમાં ગૌણતા થાય છે, એમ. પરિણતિમાં નહિ. એનો પણ અમને શોચ થાય છે. અને એટલા માટે ઉપાધિથી બાહ્ય નિવૃત્તિ પણ પોતે ચાહે છે, પોતે ઇચ્છે છે. વનવાસ સાંભરે છે એનું કારણ છે કે પ્રવૃત્તિમાં જે ઉપયોગ દેવો પડે છે એનો એમને ખેદ છે. (અહીં સુધી રાખીએ).