________________
૨૨૦
ચજહૃદય ભાગ-૫ હતી. શ્રીમદ્જીએ એ જ જોઈ છે. એટલે એના ઉપર એટલી કરુણા વિશેષ છે. એમને બધો ખ્યાલ છે કાગળ કેવા લખે છે શું લખે છે. બધો ખ્યાલ છે. પોતે તો મહા વિચક્ષણ છે. પણ એવા બધા પત્રો લખેલા છે. છે, આજે બધા કાગળો છે ત્યાં પડ્યા છે.
એવું સમર્પણ અને એવી સરળતા પરમ સત્સંગ પ્રાપ્ત થયો છે એવા ખ્યાલમાં પોતાને બિલકુલ પરિપૂર્ણ નિર્દોષ થવું છે એવી ભાવનામાંથી ઉત્પન થાય છે. એટલે એની પાત્રતા ત્યાં બહુ વિશેષ છે. વાત તો ઉપરછલ્લે સાધારણ દેખાય એવી છે પણ એનું ઊંડાણ ઘણું છે કે ક્યાંથી એ વાત ઊગી છે. શ્રીમદ્જીએ એ જોયું છે કે આને જે પરમ સત્સંગ છે એની કિમત આવી છે અને નિર્દોષ થવું છે એની ભાવના આવી છે. છૂટવું છે એને, પોતાને છૂટી જવું છે સંસારમાંથી એ ભાવના આને થઈ ગઈ છે. આ બે વાતને જોઈ છે. એમને પોતે જે Response આપે છે–એને જે આદર આપે છે એની પાછળ એની કેટલી પાત્રતા છે એ વાત એમના નજર સમક્ષ બહુ સ્પષ્ટ આવી છે. - મુમુક્ષુ :- આડીઅવળી નકામી વાતોમાં પણ એને જ્ઞાની પ્રત્યેની અર્પણતા દેખાણી.
પૂજ્ય ભાઈશ્રી - અર્પણતા અને સરળતા. પોતાના દોષ કોણ કહી શકે ? કાલે પેલી બાય નીકળી તો ન કહ્યું કે આ ગાંડી બોલે છે. પણ બધાના પરિણામ તો ગાંડપણ જેવા જ હોય છે. આ બોલે છે અને આ નથી બોલતા, એટલો જ ફેર છે. એ વાત કરવી તાકાત માગે છે, સરળતા માગે છે, સહેલી વાત નથી. એટલે એ એની સરળતા અને સમર્પણ જોઈ લીધું છે. એની પાત્રતા જોઈ લીધી છે અને એટલે એને ગમે એવી વાત લખે છે તો ટેકો આપે છે. એને કેવી રીતે વાળવા ? પરમાર્થ તરફ કેવી રીતે વાળવા એની બરાબર લાઈનદોરી હાથમાં લઈ લીધી છે. એ કોઈ કુશળ આચાર્ય એના શિષ્યને કેવી રીતે તત્ત્વની પ્રાપ્તિ કરાવે એવી લગભગ સ્થિતિ છે. શ્રીમદ્જી” અને “સોભાગભાઈ વચ્ચેની Line એવી ગોઠવાણી છે.
જુઓ ! કેવી વાત લખી કે કોઈ પણ કામના પ્રસંગમાં વધારે શોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો ... અને એમ કરવું અથવા એમ સહેજે થવું એ જ્ઞાનીની (અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે). એમ પ્રયત્નથી કરવું, પ્રયત્ન કરતા એમ સહેજે થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશવાનું દ્વાર છે. તમે કોઈપણ તમારી ઉપાધિનો પ્રસંગ