________________
And
તા. ૧૬૧૦-૧૯૮૯, પ્રવચન ન. ૯૭
પત્રાંક - ૩૩૦
“શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ, પત્રાંક ૩૩૦, પાનું ૩૧૭. મુમુક્ષુ :- પૂર્વ નિબંધન જે જે પ્રકારે ઉદય આવે, ત્યાંથી ફરીથી લેશો.
પૂજ્ય ભાઈશ્રી – પૂર્વ નિબંધન જે જે પ્રકારે ઉદય આવે, તે તે પ્રકારે અનુક્રમે વેદન કર્યા જવાં.' તે તે પ્રકારે સમભાવથી, સાક્ષી ભાવથી; હાનિ-વૃદ્ધિ કરવાનાઇષ્ટ-અનિષ્ટપણાના અભિપ્રાય રહિત અનુક્રમે વેદન કરવા. એક પછી એક અનુક્રમે એટલે જે પ્રકારે ઉદય આવે તે પ્રકારે). આ અત્યારે ન આવે તો સારું, આવો ઉદય અત્યારે ન આવે તો સારું, અમુક ઉદય વહેલો ઉદય આવી જાય તો સારું, એમ નહિ. અનુકમનો અર્થ એ છે. જે ક્રમમાં કુદરતી એની વ્યવસ્થા ગોઠવાય છે તે જ ક્રમમાં તે આવે એમ કરવું યોગ્ય લાગ્યું છે. એમ કરવાથી પોતાને આકુળતા અને આર્તધ્યાનના પરિણામ છે એ નહિ થાય એ યોગ્ય લાગ્યું છે. અથવા કોઈપણ ઉદયના કાર્યમાં રસ તીવ્ર નહિ થવાથી દર્શનમોહની પણ ઉગ્રતા નહિ થાય. મુખ્ય હેતુ તો એ છે. ઊંડે ઊંડે કહેવું તો એ છે કે કોઈપણ રીતે મુમુક્ષજીવને દર્શનમોહની શક્તિ હીન થાય એવી રીતે પ્રવર્તવું જોઈએ. દર્શનમોહની શક્તિ તીવ્ર થઈ જાય તો સમ્યક્તથી પોતે દૂર જાય છે. જો દર્શનમોહની શક્તિ હીણી થાય તો પોતે સ્વભાવની સમીપ જઈ શકે, સમ્યક્દર્શનની સમીપ જઈ શકે એ હેતુથી એ વાત ચાલે છે.
એટલે એમ કહ્યું કે કોઈપણ કામના પ્રસંગમાં વધારે શોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો.' એટલે કે બને એટલો ઓછો રસ લેવાય એવો પ્રયત્ન કરજો એમ એનો અર્થ થયો. એમ પ્રયત્નપૂર્વક કરવું અને એમ પ્રયત્ન કરતા સહેજે એમ થવું, એમ કરવું અથવા થવું બને વાત લીધી છે. પ્રયત્નપૂર્વક એમ કરવું, એ પ્રયત્ન કરતા સહેજે એમ થવું થાય છે. એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. એથી જે જ્ઞાનદશા છે એની પૂર્વભૂમિકા તૈયાર થાય છે. દર્શનમોહ એમાં હણાય છે.