________________
૨૧૫
પત્રાંક-૩૨૯ કોઈનો નથી.
પ્રશ્ન – બાહ્યમાં બધી પ્રવૃત્તિ સરખી હોવા છતાં પેલી પ્રવૃત્તિ એના હિત માટે અનુકૂળ છે ?
સમાધાન – સરખી પ્રવૃત્તિમાં ક્યારે ફેરફાર થાશે એમાં શું ખબર પડે? ક્યારે પોતે પોતાની બુદ્ધિથી ફેરફાર કરશે એનો કોઈ નિયમ છે ? અનેક માણસો પ્રવૃત્તિ કરતા હોય છે. એક માણસના હાથમાં સામાજિક પ્રવૃત્તિ તો કદી રહે નહિ. તો અનેક માણસને કોને ક્યારે કયો તુક્કો ઊઠ્યો શું ખબર પડે ? એટલે એનો કોઈ Control કરી શકાય નહિ. એ પ્રવૃત્તિને કોઈ રીતે Control કરી શકાય જ નહિ. અને એમાં અવશ્ય શાસનને નુકસાન થાય, થાય, અને થાય જ. આ નિયમ છે. - હવે આગળ બીજી વાત લખે છે. જ્યોતિષાદિ વિદ્યા કે અણિમાદિ સિદ્ધિ એ માયિક પદાર્થો જાણી આત્માને તેનું સ્મરણ પણ ક્વચિત્ જ થાય છે. ક્યારેક જ એનું સ્મરણ થતું હશે. બાકી આ Line જ આખી છોડી દેવા જેવી છે એમ નિર્ણય કરી નાખેલો છે. એટલો એનો વિચાર, સ્મરણ પણ ભાગ્યે જ થાય છે તે વાટે કોઈ વાત જાણવાનું અથવા સિદ્ધ કરવાનું ક્યારેય યોગ્ય લાગતું નથી, ક્યારેય પણ યોગ્ય લાગતું નથી. અને એ વાતમાં કોઈ પ્રકારે હાલ તો ચિત્તપ્રવેશ પણ રહ્યો નથી. એટલે એ વિષે તો વિચારતા જ નથી. અમારું ચિત્ત જ એ વિષયમાં પ્રવેશ ન કરી શકે એવું થઈ ગયું છે.
પ્રશ્ન :- અણિમાદિ એટલે ?
સમાધાન :- જે આઠ રિદ્ધિ-સિદ્ધિ છે ને. આઠ સિદ્ધિ અને નવ નિધિ. એમાં અણિમા ને એ બધા આઠ નામ છે એના. એટલે આનાથી આમ થાય, આનાથી આમ થાય, આનાથી આમ થાય. બધા ગુણવાચક નામ છે. વાંચ્યું હોય પણ એ કાંઈ યાદ નથી રહે એવું. એટલે છૂટી જાય છે.
પૂર્વ નિબંધન જે જે પ્રકારે ઉદય આવે, તે તે પ્રકારે... અનુક્રમે વેદન કર્યા જવાં...” ત્યાં કાગળ ફાટી ગયો છે પણ એટલું લઈ શકાય કે, પૂર્વ નિબંધન જે જે પ્રકારે ઉદય આવે છે તે પ્રકારે સમભાવે અનુક્રમે વેદન કર્યા જવા. વીતરાગભાવે અનુક્રમે વેદન કર્યા જવા “એમ કરવું યોગ્ય લાગ્યું છે.'
‘તમે પણ તેવા અનુક્રમમાં ગમે તેટલા થોડા અંશે પ્રવર્તાય તોપણ તેમ પ્રવર્તવાનો