________________
૨૧૬
ચજહૃદય ભાગ-૫ અભ્યાસ રાખજો... અહીંયાં સીધી માર્ગદર્શનની વાત કરી છે કે પૂર્વનિબંધ જે જે પ્રકારે ઉદય આવે તે તે પ્રકારમાં તમે પણ સમભાવે વર્તવાનો પ્રયત્ન રાખજો. અભ્યાસ રાખજો એટલે તમે પ્રયત્ન કરજો.
પ્રશ્ન :- શું કહેવા માંગે છે ? પૂર્વનિબંધમાં એ શું કહેવા માગે છે ?
સમાધાન :- પૂર્વનિબંધમાં કોઈપણ ઉદય આવે-અનુકૂળતાનો, પ્રતિકૂળતાનો, રોગનો, સરોગતા, નિરોગતા, નિર્ધનતા, સધનતા (આદિ). સમભાવે ગમે તે પ્રસંગ હોય, સમભાવે તીવ્ર રાગ દૃષ્ટિ નહિ, જ્ઞાતાદૃષ્ટા ભાવે પ્રવર્તવાનો અભ્યાસ રાખજો અને કોઈ પણ કામના પ્રસંગમાં વધારે શોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો.’ કોઈ પણ કામના પ્રસંગમાં વધારે શોચમાં પડવાનો અભ્યાસ...” એટલે પ્રયત્ન એવી રીતે રાખજો કે તમે તીવ્ર પરિણામ, તીવ રસ ન થાય એ ધ્યાન રાખજો. આ દર્શનમોહ મંદ કરવાની પરિસ્થિતિ છે.
પ્રસંગ તો બધા પૂર્વકર્મ અનુસાર આવશે પણ જે તે પ્રસંગની અંદર તીવ્ર ચિંતા થાય, તીવ્ર રસ થાય, પરિણામમાં તીવ્રતા આવે એવું ન બને એનો પ્રયત્ન તમે બરાબર રાખજો. “એમ કરવું, અથવા થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે.' દર્શનમોહની મંદતા થાય એને જ દર્શનમોહનો ઉપશમ થાય. દર્શનમોહ મંદ થયા વિના દર્શનમોહનો ઉપશમ કદી ન થાય. એ તો “ગુરુદેવે એ વાત લીધી છે વચનામૃતની અંદર. (ગુરુદેવશ્રીનાં વચનામૃત ૨૦૩ (બોલ) છે. “દર્શનમોહ મંદ કર્યા વિના વસ્તુ સ્વભાવ ખ્યાલમાં આવે નહિ” પદાર્થનો નિર્ણય જ ન થાય. પદાર્થનો નિર્ણય ક્ષયોપશમ વધે ત્યારે થાય એવો નિયમ નથી, કોઈપણ ઓછામાં ઓછો ક્ષયોપશમવાળો સંજ્ઞી પંચેન્દ્રિય જીવ આત્મપદાર્થનો નિર્ણય કરી શકે, સ્વરૂપનો નિર્ણય કરી શકે. પણ ક્યારે ? કે દર્શનમોહ મંદ હોય છે. તીવ્ર દર્શનમોહાવેશમાં હોય એ ભલે ફાટ ફાટ ઉઘાડ હોય, અંગ પૂર્વધારી હોય, અગિયાર અંગ અને નવ પૂર્વ ધારી હોય પણ એ) સ્વરૂપનો નિર્ણય ન કરી શકે.
મુમુક્ષુ - આ સ્પષ્ટતા જૈનદર્શન સિવાય ક્યાંય નથી.
પૂજ્ય ભાઈશ્રી :- આ Line જ નથી ને દર્શનમોહની ! આમાં એ વાત છે કે ભાઈ ! આ લોકોએ ચારિત્રમાં ફેરફાર કરી નાખ્યો. પહેલાં નગ્ન રહેતા હવે કપડા પહેરવા માંડ્યા. એમ નથી. દર્શનમાં ફેર પડ્યો છે. શ્રદ્ધામાં પહેલો ફેર પડ્યો છે,