________________
૨૧૪
ચજહૃદય ભાગ-૫ જ નથી આવતો. સ્વતંત્ર વિચારક તો કોક જ જીવ નીકળે. જે સ્વતંત્ર વિચારતા હોય એવો કોક જ જીવ નીકળે કે જે ચાલતી પ્રણાલીકાનો વિચાર કરે કે આ બરાબર છે કે નહિ. એમ નહિ, આનો વિવેક આપણે કરવો જોઈએ. બરાબર છે કે નહિ એને નક્કી કરો, પછી આપણે વાંધો નહિ. એમનેમ નથી ચાલવું. એવા કોઈક જ નીકળે છે.
મુમુક્ષુ – આ બધી વાતનું કારણ એક સપુરુષથી જરાક આગળ ગયા...
પૂજ્ય ભાઈશ્રી – હા. એનું કારણ શું છે કે આનો–બાહ્યાચરણનો વિવેક જે સરુષને હોય છે (એવો સામાન્ય જીવને હોતો નથી). આમાં એક Point લીધો છે કે, મોક્ષમાર્ગમાં બાહ્યાચરણ છે એ ક્યા નિમિત્તરૂપ ભાવનો નૈમિત્તિક પરિણામ છે. આ એક જરા ઊંડા ઊતરીને વિચારવા યોગ્ય છે. મોક્ષમાર્ગી જીવને વીતરાગતા અને સરાગતાની મિશ્રદશારૂપ જે મોક્ષમાર્ગ વર્તે છે, વ્યવહાર નિશ્ચયયુક્ત, એના પરિણામ સ્વરૂપે એના મન-વચન-કાયાની પ્રવૃત્તિ હોય છે. એમાં નિમિત્ત એ છે, નૈમિત્તિક ભાવે મન-વચન-કાયાની બાહ્ય પ્રવૃત્તિ છે. તો વચન સુદ્ધાં એમાં આવી ગયું. એમાં સ્વરૂપ-નિરૂપણ આવી ગયું. અને આચાર્ય-ઉપાધ્યાય આદિ પોતે પ્રવૃત્તિ કરે છે અને કરાવે છે. એ પરિસ્થિતિને સમજ્યા વિના એકલા રાગથી અને ખાલી પરંપરાને જ અનુસરે, બાહ્ય પરંપરાને જ અનુસરે અને એ પરંપરાનો નિમિત્તરૂપ ભાવ એકલો રાગ હોય તો એ જૈનશાસનની પ્રવૃત્તિ નથી, અન્યમતની પ્રવૃત્તિ છે. એ બધી આમાં ચર્ચા કરી છે. છપાય છે હજી. “જિણ સાસણં સવં'. એ Title થી એ સંપાદન છે. જ્ઞાનીની દશા અને મુનિની દશાના એક જ વિષયને પસંદ કરીને એની અંદર સંકલન કરેલું છે અને એના ઉપોદ્દઘાતમાં આ બધી વાત નાખી છે. ઉપોદ્દાત થોડા વિસ્તારથી લખ્યો છે.
એટલા માટે બાહ્ય પ્રભાવનાના અધિકારી જ્ઞાનીઓ છે, પુરુષો છે, અજ્ઞાનીઓ નથી. એ જે “શ્રીમદ્જી આમાં કહેશે આગળ, આગળ કહેશે એ. એ એમાંથી નીકળે. છે. એ એમાંથી સિદ્ધ થાય છે. શ્રીમદ્જી પોતે ઘણા ઊંડાણથી ઘણી વાતો લખી ગયા છે. એ વાત તો “શ્રીમદ્જીમાંથી વધારે સ્પષ્ટ થાય છે. એમણે એ વાત લીધી છે–એક તો જ્ઞાની અધિકારી છે કાં જ્ઞાનીના આશ્રયવાન એટલે જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા. એમ કહે કે પાછો વળ એટલે પાછળ વળી જાય. એમ ન થાય એટલે ન થાય. પણ નિર્ણયનો અધિકાર એનો છે. બાહ્ય કાર્યોમાં નિર્ણયનો અધિકાર અજ્ઞાનીનો