________________
૨૧૩
પત્રાંક ૩૨૯
વધારે અહિંસા પાળો. મુહપત્તિ વાયુકાય જીવ માટે લીધી. ગૃહસ્થને પણ અસ્નાનતા, સ્નાન વગેરે ન કરવું એ પણ એમણે લીધું. એ પણ પાણીના જળના જીવોની હિંસા ઓછી થાય એના માટે લીધું. મંદિરાદિ ન કરવા કેમકે એની અંદર પણ બીજી હિંસા થાય છે.
મુમુક્ષુ :– આરંભ સમારંભ થાય.
પૂજ્ય ભાઈશ્રી :- આરંભ સમારંભ થાય. ભૂમિ ખોદવી પડે. પાયો નાખવો પડે તો એ પણ કાય છે ને. જમીન પણ એ પોતે કાય છે. આ જમીન છે એ બધા એકેન્દ્રીય જીવો—પૃથ્વીકાય જીવો ઠાંસી ઠાંસીને છે. તો પૃથ્વીકાય જીવોની હિંસા ન થાય, વાયુકાય જીવોની હિંસા ન થાય, જળકાય જીવોની હિંસા ન થાય. એનું છળ પકડીને એનાથી કેટલો..... એક અશુભ, થોડા અશુભથી બચવા કેટલા શુભથી ખસે છે એનો વિચાર નથી કરતા કે પાછળ એની હજારો વર્ષ સુધીના અનેક જીવોને શુભની જે પરિણામની પરંપચ છે એ અટકાવીએ છીએ, એવો કોઈ વિચાર નથી કરતા.
એ પ્રકારે આખો સંપ્રદાય જુદાં જુદાં કારણથી ઊભો થાય છે. મૂળ તો કાંઈક મતભેદ ઊભા થયા હોય છે. મતભેદ ઊભા થાય એમાંથી જુદાં પડે. જુદાં પડે પછી પોતપોતાની રીતે અમે તો આ પદ્ધતિએ ચાલશું. પેલા કહે અમે આ પદ્ધતિએ ચાલશે. ઠીક ભાઈ ! તમારી આ પદ્ધતિ, અમારી આ પદ્ધતિ. આપણે આ પરંપરા ચલાવો, આપણે આ પરંપરા ચલાવો. આમાંથી વાડા અને સંપ્રદાયો વધતા જાય છે.
મુમુક્ષુ :- પ્રતિમાજીમાં જ શણગાર છે એ બહુ વિચિત્ર છે એમ લાગે. કેમકે ધ્યાનસ્થ દશા અને પાછા બધા મુગટ, બાજુબંધ, કપડા પહેરાવવા. રામ અને સીતાના ફોટા આવે ને એવી પ્રતિમા હોવી જોઈએ. રાજગાદીએ બેઠા હોય પગ નીચે લટકાવીને પણ આ ધ્યાનસ્થદશા અને મુગટ, કપડાં કાંઈ સમજ જ નથી પડતી. પૂજ્ય ભાઈશ્રી :– કોઈ વિચાર કરે છે ?
મુમુક્ષુ :- હું મુગટ પહેરીને ધ્યાનમાં બેસું તો કેવું લાગે.
પૂજ્ય ભાઈશ્રી :- સંપ્રદાયબુદ્ધિમાં કાંઈ વિકલ્પ જ ન આવે. દા.ત. તમે પોતે જ એ સંપ્રદાયમાં જન્મ્યા છો તો એ વિચાર ન આવ્યો હોય. જ્યારે જીવ સંપ્રદાયમાં અનુસરતો હોય ત્યારે આપણા મહારાજ કહે એ જ બધા ને આપણા વડવાઓ કહે, આપણા બાપ-દાદાઓ કહે એ બધું બરાબર. આ સિવાય કાંઈ બીજો માણસને વિચાર