________________
પત્રાંક-૩૨૯
૨૧૧ થઈ પછી તો શાસ્ત્રો રચાણા છે. ખરેખર શું થયું છે ? શાસ્ત્રો તો ત્યારપછી ઘણા વર્ષે રચાણા છે અને મંદિરો ત્યારપછી ઘણા વર્ષે રચાણા છે. લગભગ ૫૦૦૬00 વર્ષે સૂત્રબદ્ધ શાસ્ત્રોની રચના થઈ છે અને મંદિરો કાંઈક ૭૦૦-૮૦૦ વર્ષ પછી થયા છે. સંપ્રદાય વહેલો શરૂ થયો છે. ત્યાં સુધીમાં તો ઘણી પેઢી ચાલી ગઈ.
જે લોકો દર્શનભ્રષ્ટ થયા ત્યારપછી તો ઘણી પેઢી ચાલી ગઈ. એને અનુસરવાળા રહી ગયા. મૂળ માણસને તો હજી ભૂતકાળ પણ કંઈ યાદ હોય પણ પેલાને તો કોઈને પદાર્થદર્શન જ નથી, એટલે એ વાત ક્યાંથી આવે ? એમાંથી જે મુખપાઠ હતું તે ઘસાતું ગયું... ઘસાતું ગયું... ઘસાતું ગયું. મુખપાઠનો વિષય તો ઘસાતો જ જાય. પછી જરૂરિયાત લાગી કે આને પુસ્તકરૂઢ કરો. પછી પુસ્તકરૂઢ કર્યા છે.
મુમુક્ષુ :- અધિવેશન મથુરામાં...
પૂજ્ય ભાઈશ્રી :- હા, પહેલું અધિવેશન મથુરામાં ભર્યું અને ત્યારપછી બીજું અધિવેશન ભર્યું એ “વલ્લભીપુરમાં ભર્યું, ધોળામાં.
મુમુક્ષુ :- કેવલીગમ્ય છે, પાછળથી એમ લખે છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, એ તો એમાં કાંઈ બીજો ઉપાય નથી. આપણે થોડો ઇતિહાસ લીધો છે જિન સાસણ સવં' ના પ્રકાશનના ઉપોદ્દઘાતમાં ઇતિહાસ લીધો છે. ભગવાન “મહાવીર સ્વામી પછી કેટલા કેટલા આચાર્ય થયા (એ લીધું છે). (આપણા એક મુમુક્ષુભાઈએ) થોડું શોધ કરીને મેળવ્યું છે. જિનશાસનનો વિષય લીધો છે. એ થોડો ઇતિહાસ લીધો છે. અને દ્રવ્ય અને ભાવે જિનશાસન કેવી રીતે હોય? જિનશાસન નથી તો અન્ય શાસનમાં કેમ ફેર પડે છે ? કેવી રીતે છે ? એની ચર્ચાઓ પણ થોડી કરી છે.
મુમુક્ષુ :- ભગવાનની આરતી અને પૂજા એ વલ્લભાચાર્યના વખતથી...
પૂજ્ય ભાઈશ્રી :- હા, એ તો વૈષ્ણવ (હતા). એમાં શું થયું કે કોઈ એવો પુણ્યની પ્રકૃતિવાળો કોઈપણ ધર્મમતમાં, કોઈપણ સંપ્રદાયમાં પુરુષ થાય ત્યારે એનો એક Craze ઊભો થાય. લોકો-આમસમાજ કાંઈ સમજતો નથી. પણ ટોળે ટોળા એ બાજુનો પ્રવાહ ચાલુ થઈ જાય. ત્યારે જુએ કે આનો પ્રવાહ કેમ એ બાજુ છે ? તો મોટા ભાગે લોકપ્રવાહ વધવાનું કારણ લોકરંજનની કોઈ પ્રવૃત્તિ હોય ત્યાં લોકપ્રવાહ વધે છે. આ એક સામાન્ય Psychologic કારણ છે. માનસિક કારણ છે.