________________
પત્રાંક–૩૨૯
૨૦૯
જ છે. વિકલ્પ જ ક્યાં હતો એમાં ? વિકલ્પના અભાવસ્વભાવે તો સ્વરૂપ છે સદાને માટે. એટલે શાસ્ત્રની અંદર-આ સમાધિતંત્ર આદિમાં–એવા શબ્દનો પ્રયોગ છે.. યોગસાર’ છે, ‘સમાધિતંત્ર' છે એમાં ક્યાંક ક્યાંક આવે છે. એવા અર્થમાં લઈ શકાય. શબ્દ તો શબ્દ છે. અર્થ, અર્થ છે પણ ભાવભાસન એ એક આની અંદર મોટી વાત છે.
એટલે અમને એ વિષે કોઈ વિકલ્પ કરવાનો પ્રશ્ન જ નથી. આગળ પણ એ કહી ગયા છે કે ભવિષ્ય માટે એકક્ષણ પણ વિચાર થતો નથી. ભવિષ્યનો એક ક્ષણ પણ વિચાર કરીએ એવી પરિસ્થિતિ નથી રહી. જગતના તમામ જીવો ભવિષ્યની ચિંતામાં પડેલા છે. સુખી ગણાતા લોકો પણ ભવિષ્યની ચિંતામાં, વર્તમાન પ્રાપ્ત સંયોગોમાં સંયોગોનું સુખ લેવાને બદલે ભવિષ્યની ચિંતાના દુઃખને વેઢે છે. જગતના જીવોની આ તો પરિસ્થિતિ છે.
આવી ગૃહસ્થમાં અવિકલ્પ સમાધિ દશા હોવા છતાં એમ છતાં વારંવાર વનવાસ સાંભરે છે...' જુઓ ! મુનિદશાની ઘણી ભાવના છે. પુરુષાર્થ જોર કરે છે. એ તો હજી આવશે. કહે છે કે આ ભવમાં જ પૂરું થઈ જવું છે અમારે તો. અમારે આ ભવમાં જ પરિપૂર્ણ દશા લઈ લેવી છે એટલું જોર કરે છે, અંદરથી આત્મા જો૨ ક૨ે છે. એટલે ભવાંતર લાંબો નથી. એક જ વચ્ચેનો ભવ છે. અનિવાર્યપણે દેવગતિ આવે છે એટલે. કેમકે અઘાતિનો બંધ પડી જાય ને. શુભ એવું થઈ જાય, શુદ્ધતાની સાથે વર્તતું શુભ છે આ. એટલે એમાં તે દેવગતિ જ બંધાય, બીજી કોઈ ગતિ ન રહે.
એમ છતાં વારંવાર વનવાસ સાંભરે છે, કોઈ પ્રકારનો લોકપરિચય રુચિકર થતો નથી....' કોઈ પ્રકારે કોઈને મળવું, હળવું જરાય ફાવતું નથી, જરાય ગમતું નથી. એવી ‘સત્સંગમાં સુરતી પ્રવહ્યા કરે છે,...' સત્સંગ ચાહે છે પોતે. કોઈ નિગ્રંથ ધર્માત્મા મહામુનિ મળે. જેમ ગુરુદેવ' કહેતાને કે એવા કોઈ નિગ્રંથ ભાવલિંગી સંત મળે તો એના ચરણમાં બેસી જઈએ, એના પગના તળિયા ચાટીએ પોતે ભાવના વ્યક્ત કરતા હતા ને ! એ સ્થિતિમાં એ જ પ્રકારનો વિકલ્પ ઊઠે છે.
અને અવ્યવસ્થિત દશાએ ઉપાધિયોગમાં રહીએ છીએ.' આ જે વર્તમાન કાર્ય ક૨વાના પ્રસંગો છે એમાં અવ્યવસ્થિત દશાએ રહીએ છીએ. કોઈ વ્યવસ્થા, કોઈ યોજના એવું કાંઈ નથી. જે થાય છે એ ઉપરછલ્લા ઉપયોગથી થાય છે. સાધારણ માણસથી તો વિચક્ષણતા ઘણી હોય છે. સાધારણ બુદ્ધિવાળા કરતા તો ઘણી કુશળતા