________________
પત્રાંક–૩૨૯
૨૦૭
સાથે હોવા છતાં કર્મધારા નબળી પડતી જાય છે, ઘસાતી જાય છે. જ્ઞાનધારા સબળ થતી જાય છે, વધતી જાય છે. આ મોક્ષમાર્ગની અંદર વિચરતા ધર્માત્માની સહજ સ્થિતિ છે. આવી સ્થિતિ હોય છે.
એટલે એમ કહ્યું કે જ્યાં સુધી સંસાર છે...' એટલે તેરમા ગુણસ્થાન સુધી તો સંસાર ગણ્યો છે પણ સવિકલ્પ દશા છઠ્ઠા ગુણસ્થાનથી પછી કોઈ આગળની દશામાં સાતમાંથી કોઈ સવિકલ્પ દારૂપ ઉપાધિ હોતી નથી. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે;...' મુખ્યપણે તો પ્રવૃત્તિ ચોથા ગુણસ્થાનમાં છે, પાંચમામાં તો પ્રવૃત્તિ ઘણી ઘટી જાય છે, બહુ મર્યાદિત થઈ જાય છે. છઠ્ઠા-સાતમામાં તો અસંગ દશા છે એટલે સંસારિક પ્રવૃત્તિ પછી નથી હોતી. ‘તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત...' એવા જ્ઞાનીને ચોથા ગુણસ્થાને પણ તે ઉપાધિ અબાધ છે અર્થાત્ એને સમાધિ જ છે. ઉપાધિ ગણવામાં આવતી નથી. છે તે ગણવામાં આવતી નથી. એને તો સમાધિ જ છે એમ ગણવામાં આવે છે.
હવે પોતાની થોડી વાત કરે છે. આ દેહ ધારણ કરીને જોકે કોઈ મહાન શ્રીમંતપણું ભોગવ્યું નથી.... શું કરવા આ વાત કરે છે ? કે પૂર્ણકામતા પ્રાપ્ત થઈ છે એમ કહ્યું ને ! તો એક તો માણસ ધરાઈ ગયો હોય એ ન ખાય, પણ જેણે ખાધું (ન) હોય એ ન ખાય તો એ આશ્ચર્યકારક વાત ગણવી જોઈએ. માણસે પેટ ભરીને ખાધું હોય તો એમ કહે કે હવે મારે ખાવાની ઇચ્છા નથી, મારી ખાવાની ઇચ્છા સમાપ્ત થઈ ગઈ. પણ ખાધું નથી અને ખાવાની ઇચ્છા નથી તો એવું શું કારણ છે ? એવી એક વાત કરી છે.
આ દેહ ધારણ કરીને જોકે કોઈ મહાન શ્રીમંતપણું ભોગવ્યું નથી, શાકિ વિષયોનો પૂરો વૈભવ પ્રાપ્ત થયો નથી... પાંચ ઇન્દ્રિયનો પૂરેપૂરો વૈભવ જેને કહીએ એવા કોઈ અમને ભોગ-ઉપભોગ બધા ભોગવાઈ ગયા છે એવું કાંઈ નથી. કોઈ વિશેષ એવા રાજ્યાધિકારે સહિત દિવસ ગાળ્યા નથી...' કોઈ એવો પુણ્યવાન ભવ પસાર નથી કર્યો. પોતાનાં ગણાય છે એવાં કોઈ ધામ, આરામ સેવ્યાં નથી....' એવી કોઈ બહુ સારી પરિસ્થિતિ બહારમાં ભોગવી નથી કે હવે કાંઈ ઇચ્છા ન થાય.
અને હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે...' ૨૫મું વર્ષ છે, ૨૪ પૂરા થયા છે. ભરયુવાની છે. યુવાવસ્થામાં પણ ૩૫-૪૦ પહોંચે એટલે એને યુવાવસ્થાનો ઉત્તર