________________
પત્રાંક–૩૨૯
૨૦૫
છે છે, અને અવ્યવસ્થિત દશાએ ઉપાધિયોગમાં રહીએ છીએ. એક તે અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી, ચિંતન તે રહેતું નથી. રુચિ રહેતી નથી, અથવા કંઈ કામ કરતું નથી. છે. જ્યોતિષાદિ વિદ્યા કે અણિમાદિ સિદ્ધિ કે માયિક પદાર્થો જાણી 3 આત્માને તેનું સ્મરણ પણ ક્વચિત જ થાય છે. તે વાટે કોઈ વાત
જાણવાનું અથવા સિદ્ધ કરવાનું ક્યારેય યોગ્ય લાગતું નથી, અને એ છે તે વાતમાં કોઈ પ્રકારે હાલ તો ચિત્તપ્રવેશ પણ રહ્યો નથી. પૂર્વ નિબંધન છે જે જે પ્રકારે ઉદય આવે, તે તે પ્રકારે છે. અનુક્રમે વેદન કર્યા જવા છે એમ કરવું યોગ્ય લાગ્યું છે. તે તમે પણ તેવા અનુક્રમમાં ગમે તેટલા થોડા અંશે પ્રવતય તો તે 2પણ તેમ પ્રવર્તવાનો અભ્યાસ રાખજો અને કોઈ પણ કામના પ્રસંગમાં જ વધારે શોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો; એમ કરવું અથવા તે ન થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. તો કોઈ પણ પ્રકારનો ઉપાધિ પ્રસંગ લખો છો તે, જોકે વાંચ્યામાં .
આવે છે, તથાપિ તે વિષે ચિત્તમાં કંઈ આભાસ પડતો નહીં હોવાથી જ ઘણું કરીને ઉત્તર લખવાનું પણ બનતું નથી, એ દોષ કહો કે ગુણ તો કહો પણ ક્ષમા કરવા યોગ્ય છે.
સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી. તથાપિ તેમાં સ્વપણું આ રહ્યું નહીં હોવાથી તેથી ગભરાટ ઉત્પન થતો નથી. તે ઉપાધિના તે ઉદયકાળને લીધે હાલ તો સમાધિ ગૌણભાવે વર્તે છે; અને તે માટેનો ? શોચ રહ્યા કરે છે.
લિ. વીતરાગભાવના યથાયોગ્ય છે. ૧. કાગળ ફાટવાથી અક્ષર ઊડી ગયા છે.