________________
૨૦૪
જહૃદય ભાગ-૫ ઓળખાણ કઈ રીતે થાય ? એ પ્રશ્ન એ પોતે ઊભો કરે છે. એ વાતને એમણે અહીંથી ૨૫ માં વર્ષે મહા મહિનાથી હાથમાં લીધી છે. પછી ૩૨૯ પત્ર પણ સોભાગભાઈ ઉપરનો છે.
પત્રક - ૩૨૯
* મુંબઈ, માહ વદ ૧૯૪૮ ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઇચ્છતું નથી. તથાપિ તે તે કરવું પડે છે એ એમ સૂચવે છે કે પૂર્વકર્મનું નિધન અવશ્ય છે.
અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. તથાપિ અનેક છે. વર્ષો થયાં વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ. છે જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો
સંભવે છે તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તો તે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત સમાધિ જ છે.
- આ દેહ ધારણ કરીને પકે લઈ મહાન શ્રીમતપણું ભોગવ્યું નથી, શબ્દાદિ વિષયોનો પૂરો વૈભવ પ્રાપ્ત થયો નથી, કોઈ વિશેષ એવા રાજ્યાધિકાર સહિત દિવસ ગાળ્યા નથી. પોતાનાં ગણાય છે એવાં તે કોઈ ધામ, આરામ સેવ્યાં નથી. અને હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ તે વર્તે છે, તથાપિ એ કોઈની આત્મભાવે અમને કંઈ ઇચ્છા ઉત્પન્ન થતી જ નથી, એ એક મોટું આશ્ચર્ય જાણી વર્તીએ છીએ, અને એ પદાર્થોની
પ્રાપ્તિ અપ્રાપ્તિ અને સમાન થયા જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને છે જ અનુભવીએ છીએ. એમ છતાં વારંવાર વનવાસ સાંભરે છે, કોઈ પ્રકારનો લોકપરિચય રૂચિકર થતો નથી, સત્સંગમાં સુરતી પ્રવહ્યા કરે