________________
૨૦૨
એટલે વિશેષતા શું છે એનો પણ સોભાગભાઈને ખ્યાલ આવી જાય. લેવેકોં ન રહી ઠોર, ત્યાગીવેકોં નાહીં ઓ, બાકી કહા ઉબર્યો જી, કારજ નવીનો હૈ !
એટલું પદ છે. સ્વરૂપનું ભાન થવાથી...' ચતુર્થ ગુણસ્થાને પોતે સ્વરૂપે કરીને પરિપૂર્ણ છે એવું ભાન થયું છે. ભાન થવામાં એ થયું છે કે પોતે પોતાના અનંત ગુણથી પરિપૂર્ણ છે. પોતાના સુખ માટે અને પોતાના આનંદ માટે જરાય અપૂર્ણતા પણ નથી. નથી એ તો પ્રશ્ન નથી પણ અપૂર્ણપણું પણ નથી. એવું અનંત સુખનું નિધાન પોતાનું સ્વરૂપ હોવાથી જીવને સુખ માટે જે અનેક પ્રકારે ઇચ્છા થાય છે, એ ઇચ્છા બંધ થાય છે. અથવા એ ઇચ્છા પોતે જ દુઃખરૂપ છે અને દુઃખના કારણરૂપ છે એવું સ્પષ્ટ ત્યાં જ્ઞાન થાય છે. એટલે પૂર્ણકામપણું પ્રાપ્ત થયું,...' છે. અહીંયા કામ એટલે ઇચ્છા. ઇચ્છા સમાપ્ત થઈ એને પૂર્ણકામપણું કહ્યું છે. ઇચ્છાની સમાપ્તિ થઈ ગઈ.
રાજહૃદય ભાગ-૫
કોઈ એમ કહે કે સમ્યષ્ટિને મોક્ષની ઇચ્છા છે કે નહિ ? કે મોક્ષની પણ ઇચ્છા નથી. ભાવના છે એ બીજો વિષય છે, એ એક જુદો ન્યાય છે પણ જ્યાં પોતે સ્વરૂપથી પરિપૂર્ણ છે તો પિરપૂર્વનો અર્થ જ એ કે બીજાની કોઈની જરૂરિયાત જેમાં ન ઊભી રહે એનું નામ પૂર્ણતા છે. જો બીજાની જરૂરિયાત પણ રહે તો પૂર્ણતા ક્યાંની ? કેવી રીતે ?
આ પ્રશ્ન ઈશ્વરકર્તાવાળાને સીધો લાગુ પડે છે. પોતે પાછા એ માન્યતામાં હતા ને. એટલે એમણે બહુ ઊંડો દૃષ્ટિકોણ લીધો છે. જો ઈશ્વર પરિપૂર્ણ છે, કોઈ પોતાના ઈશ્વરને અપૂર્ણ કહે એ તો એને એ ઐશ્વર્યની જ ખામી રહી. અને પરિપૂર્ણ કાંઈ કહેવાને એને કાંઈક ઇચ્છા બતાવવી, એ બે વાતને તો સુસંગતતા નથી, વિસંગતતા
છે.
એટલે જે સ્વરૂપનું ભાન થયું અને તેથી ઇચ્છા સમાપ્ત થઈ. એટલે હવે બીજું કોઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી.' કોઈ જગ્યાએથી કાંઈ લેવું એવી કોઈ જગ્યા રહી નથી એને માટે. કોઈ ક્ષેત્ર નથી કે અહીંથી હવે કાંઈ મેળવવું છે. અને સ્વરૂપનો તો કોઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ ઇચ્છે નહીં...’ ‘ત્યાગીનેકોં નાહીં ઓર.' હવે પોતાને તો પોતાનું સ્વરૂપ છે એમાંથી શું છોડવાનું હોય ? પોતાનો નાશ,