________________
૨૧૦
રાજહૃદય ભાગ-૫ હોય છે એમના વ્યવહારિક કાર્યોમાં, તોપણ એમનો આત્મા ત્યાં નથી. જીવ બીજે છે. માણસ નથી કહેતા કે આનો જીવ બીજે છે. એટલે એના કામમાં ભલીવાર નથી. એમ એમનો જીવ–આત્મા–આત્મામાં છે. આત્મા બાહ્ય કાર્યમાં આવતો નથી.
એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી...” જુઓ! અહીંયાં અવિકલ્પ અવિકલ્પ શબ્દનો પહેલેથી પ્રયોગ કરતા આવ્યા છે. એક અવિકલ્પ સમાધિ સિવાય બીજ ખરી રીતે સ્મરણ રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી, અથવા કંઈ કામ કરતું નથી.’ કરી શકતા નથી. કેડ ભાંગી ગઈ–રાગની કેડ ભાંગી ગઈ. કરી શકતો નથી, કેવી રીતે કરું ? એમ (કહે છે). વિકલ્પ ઊઠે છે એ બેકાર છે, કરી શકતો નથી. અથવા કાંઈ કામ કરાતું નથી.
જ્યોતિષાદિ વિદ્યા કે અણિમાદિ સિદ્ધિ...' હવે આવી અંદરની દશા છે એને તો સમજે નહિ અને બહારમાં શબ્દની કાંઈ ભૂલ ગોતી કાઢે. એમાં તો કહે છે કે શ્વેતામ્બર દિગમ્બરનો ફોડ ન પાડ્યો. પણ હવે ફોડ પાડ્યો છે, તને ખબર નથી. (એક ભાઈએ) કાવ્યું હતું ને? (એ ભાઈ) બે-ત્રણ દિવસ પહેલા આવ્યા હતા. ૧૫૭ આંકમાંથી એમણે વાત કાઢી. એમાં પાનું ૨૩૬. ૧૮ મો અંક છે. ૧૫૭ ની અંદર એક, બે, ત્રણ કરી અને અઢાર જુદાં જુદાં વિષય લીધા છે. એમાં ચોથી લીટી છે.
પણ પામેલા પદાર્થનું સ્વરૂપ તેનાં શાસ્ત્રોમાં કાં નહીં ? જિનનાં વચનની રચના. અદ્દભુત છે એમાં તો ના નહીં પણ પામેલા પદાર્થનું સ્વરૂપ તેનાં શાસ્ત્રોમાં કાં નહીં ?'
મુમુક્ષુ – અનુભવનો વિષય જ નથી.
પૂજ્ય ભાઈશ્રી - અનુભવનો વિષય નથી, એમ કહે છે. કાઢવું તો પોતાની બુદ્ધિથી કાઢે ને માણસ !
મુમુક્ષુ :- દિગંબરના શાસ્ત્રમાં...
પૂજ્ય ભાઈશ્રી – એમ કે શાસ્ત્ર જોયા પણ એમાં કાંઈ પામેલા પદાર્થનું વર્ણન કેમ ન આવ્યું ? જ્ઞાનદશાનું જે વર્ણન આવવું જોઈએ એ વર્ણન નથી. એમ કહે છે. શું તેને આશ્ચર્ય નહીં લાગ્યું હોય કાં છુપાવ્યું હશે ?”
મુમુક્ષુ :- કટાક્ષ કર્યો છે. પૂજ્ય ભાઈશ્રી :- કટાક્ષ કર્યો છે. એમાં શું છે કે જે દર્શન ભ્રષ્ટતા ઉત્પન