________________
૨૦
રાજહૃદય ભાગ-૫ સાય જાય (તોપણ) જ્ઞાન ખંડિત થતું નથી. જ્ઞાન અખંડ રહી જાય છે.
* જે અનાકુળ છે. જેમાં કર્મના નિમિત્તથી થતા ચગાદિભાવોથી ઉત્પન આકુળતા. નથી, જે અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં પ્રગટ દેદિપ્યમાન છે...” શોભાયમાન છે. અંતર-બાહ્ય શાશ્વતપણે જેની શોભા છે. અને જે સ્વભાવથી થયું છે–કોઈએ રચ્યું નથી અને હંમેશાં જેનો વિલાસ ઉદયરૂપ છે.” એવા એકરૂપ પ્રત્યક્ષ પ્રતિભાસરૂપ જે આત્માનું તેજ છે તે અમને સદાય હો, એવી ભાવના ભાવી છે. સ્વરૂપની ભાવનાનો કળશ છે. એવા “અમૃતચંદ્રાચાર્યના રચેલાં સ્વરૂપરસના શ્લોક, ઘણા કળશ આની અંદર છે.
એટલે અહીંયાં અર્થ છે એ બરાબર લખ્યો છે એમ કહે છે “આશ્ચર્યકારક દશાનું એમાં વર્ણન છે. મોક્ષમાર્ગની જે અદ્ભુત દશા છે એનું એમાં જ્ઞાનદશાનું વર્ણન છે.
સપુરુષનું ઓળખાણ જીવને નથી પડતું અને પોતા સમાન વ્યાવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે, એ જીવને ક્યા ઉપાયથી ટળે તે લખશો.' આ બીજો પ્રશ્ન. પેલો જ્ઞાનદશાનો પ્રશ્ન કર્યો હવે એમ કહે છે કે જો જીવને કોઈ પ્રત્યક્ષ સત્પરુષનો યોગ હોય તો એને જે રીતે એનો ભાસ આવવો જોઈએ એના બદલે પોતા જેવી કલ્પના એને રહ્યા કરતી હોય તો એને એ વ્યવહારિક કલ્પના પોતા સમાન રહેતી હોય એ કેવી રીતે ટળે ? તમે જ મને જણાવજો. એમ કરીને પુરુષની ઓળખાણ ઉપર એમને ખેંચી જાય છે.
“ઉપાધિ પ્રસંગ બહુ રહે છે. સત્સંગ વિના જીવીએ છીએ.' સત્સંગ વિના જીવન જીવવું કઠિન છે પણ હવે આ એમ ને એમ અનિવાર્યપણે જિવાય છે. એ ૩૨૭ માં જરા વિશેષ વાત લખી છે. આગળ એ વિષય થોડો આવશે. એ બહુ સારો આવે છે. ૩૩૩ માં એ વિષયનો ખુલાસો વધારે આવશે. પણ અહીંથી સત્પરુષની ઓળખાણ ઉપર એમણે ધ્યાન દોર્યું છે.
મુમુક્ષ:- અહીંયાં જે સત્સંગ શબ્દ લખ્યો છે એમને -કપાળદેવને) જે સ્વરૂપનો ઉછાળો આવે છે એનો ઝીલનાર કોઈ નથી.
પૂજ્ય ભાઈશ્રી :- ઝીલનાર કોઈ નથી. હા, એમ જ છે. પોતાને જે ભાવ છે કહેવો છે એ કહેવાનું કોઈ ઠેકાણું નથી મળતું. એમ જ છે. (અહીં સુધી રાખીએ).