________________
પત્રાંક–૩૨૭
૧૯૯
દશા અને અધ્યાત્મ ભાવ હોય છે એનું યથાતથ્યરૂપ પરિણમન વધતું જાય, એ પરિણમનની વૃદ્ધિ થાય એવું એની અંદર નિમિત્તપણું હોય છે. તેથી એ નિમિત્તના બહાને એ પોતાની દશાને વધારે છે.
મુમુક્ષુ – શુદ્ધિની વૃદ્ધિ થાય છે. પૂજ્ય ભાઈશ્રી :- શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એ વાત અમૃતચંદ્રાચાર્યે' લખી છે કે મને પણ આ સમયસાર'ની ટીકા કરતા મારી અધ્યાત્મ દશા, મારી મોક્ષમાર્ગની દશા વૃદ્ધિગત થાઓ. ‘સમયસાર’ની ટીકા કરતા એ એમણે પોતે લખ્યું છે અને બહુ ભાવના ભાવી છે. એ જાતની ટીકા કરતાં કરતાં સ્વરૂપની ભાવના બહુ ભાવી છે.
એમાં ૨૧ મો કળશ છે એ બહુ સરસ છે. તેજ શબ્દ લીધો છે. અમને એવું તેજ, ખરેખર અમને એવું તેજ હો. એમ કરીને લખ્યું છે. ૧૪મો શ્લોક છે. ર્મદુઃ પરમમસ્તુ’. ‘તે ઉત્કૃષ્ટ તેજ–પ્રકાશ અમને હો કે જે તેજ સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે.' આ મૂળ તત્ત્વ છે એને તેજ શબ્દથી લીધું છે. તે ઉત્કૃષ્ટ તેજ-પ્રકાશ અમને હો...' આગળ એમની ટીકા પૂરી કરી છે કે જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે શાન છે. આ પ્રમાણે ગુણી-ગુણની અભેદષ્ટિમાં આવતું જે આત્મતત્ત્વ), સર્વ પદ્રવ્યોથી જુદું, પોતાના પર્યાયોમાં એકરૂપ, નિશ્ચળ, પોતાના ગુણોમાં અકરૂપ, પર નિમિત્તથી ઉત્પન્ન થયેલા ભાવોથી ભિન્ન પોતાનું સ્વરૂપ તેનું અનુભવન તે જ્ઞાનનું અનુભવન છે, અને આ અનુભવન તે ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે.' જ્યચંદજી’૧૫ મી ગાથા ઉપરની ટીકાનો ભાવાર્થ લખે છે અને એના ઉપરનો આ કળશ છે, ૧૫મી ગાથા ઉપરનો કળશ છે. બહુ ભાવના ભાવી છે.
તે ઉત્કૃષ્ટ તેજ–પ્રકાશ અમને હો કે જે તેજ સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે.' જેમ મીઠાની ગાંગડીમાં ચારે તરફ ખારો રસ ભરેલો છે. તેમ જે તેજ એક જ જ્ઞાનસ્વરૂપને અવલંબે છે,...' આગળ આચાર્ય મહારેજે પોતે (લખ્યું છે), સર્વતઃ એક વિજ્ઞાનઘનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે. જે ત્રિકાળી શુદ્ધ આત્મા છે એમાં ઠાંસી ઠાંસીને જ્ઞાનસ્વભાવ ભરેલો છે. સર્વતઃ વિજ્ઞાનઘન-વિજ્ઞાનનો ઘન આત્મા છે એને અનુભવવા જતા એ શાનપણે તે સ્વાદમાં આવે છે–જ્ઞાનપણે તે અનુભવાય છે. ચારે તરફ એક જ્ઞાનરસસ્વરૂપને અવલંબે છે, જે તેજ અખંડિત છે– શેયોના આકારૂપે ખંડિત થતું નથી.' જ્ઞાન ઉપર ગમે તેટલા શેયોના આકાર આવીને